Wednesday, May 21, 2025
Google search engine
HomeNewsEntertainmentકોમેડિયન રાજુ શ્રીવાસ્તવને હાર્ટએટેક આવતાં હોસ્પિટલમાં દાખલ

કોમેડિયન રાજુ શ્રીવાસ્તવને હાર્ટએટેક આવતાં હોસ્પિટલમાં દાખલ

નવી દિલ્હીઃ જાણીતા કોમેડિયન રાજુ શ્રીવાસ્તવ આજે સવારે અહીંના એક જિમ્નેશ્યમમાં કસરત કરતી વખતે ઢળી પડ્યા હતા. એમને હાર્ટ એટેક આવ્યો હતો. એમને તરત જ AIIMS હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

ત્યાં ડોક્ટરોએ કહ્યું કે 58 વર્ષીય શ્રીવાસ્તવને હળવો હાર્ટ એટેક આવ્યો હતો, પરંતુ એ સ્વસ્થ છે અને ભાનમાં છે. શ્રીવાસ્તવ જિમ્નેશ્યમમાં એક ટ્રેડમિલ પર દોડતી વખતે ઢળી પડ્યા હતા. એમને હોસ્પિટલમાંથી રજા આપતા પહેલાં બે દિવસ તબીબી નિરીક્ષણ હેઠળ રખાશે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular