Thursday, May 15, 2025
Google search engine
HomeNewsEntertainmentલલિત મોદી, સુષ્મિતા સેન વચ્ચે બ્રેકઅપ? વાઇરલ થયા ફની મીમ્સ

લલિત મોદી, સુષ્મિતા સેન વચ્ચે બ્રેકઅપ? વાઇરલ થયા ફની મીમ્સ

મુંબઈઃ શું લલિત મોદી અને સુષ્મિતા સેન વચ્ચે બ્રેકઅપ થઈ ગયું? ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના સ્થાપક લલિત મોદીએ ઇન્સ્ટાગ્રામ બાયો પરથી સુષ્મિતા સેનનું નામ દૂર કર્યું છે પછી આ સવાલ દરેક જણના મનમાં હાલ હશે.આ વર્ષે જુલાઈમાં લલિત મોદીએ ખુલાસો કર્યો હતો કે તે અને સુશ એકમેકને ડેટ કરી રહ્યા છે, ત્યારે તેણે બધાને આંચકો આપ્યો હતો.સોશિયલ મિડિયા પર ફરી એક વખત સુષ્મિતા સેન અને લલિત મોદી પોતાના રિલેશનશિપ સ્ટેટસને લઈને ફરી એક વાર ચર્ચામાં છે. આ કપલના બ્રેકઅપના સમાચાર સામે આવતા કેટલાય મીમ્સ સક્રિય થયા હતા. તેઓ સોશિયલ મિડિયા પર કેટલાય ફની મીમ્સ શેર કરી રહ્યા છે. જોકે બંને જણે સત્તાવાર રીતે બ્રેકઅપની પુષ્ટિ નથી કરી, પણ લલિત મોદીએ સોશિયલ મિડિયા પ્લેટફોર્મ પર કેટલાક ફેરફાર કર્યા છે, જેથી યુઝર્સને એવું લાગી રહ્યું છે કે બંને સેલેબ્સની વચ્ચે કંઈક ગરબડ છે.

સોશિયલ મિડિયા પર કેટલાય યુઝર્સ બંનેના બ્રેકઅપના સમાચારોની મજા લઈ રહ્યા છે. એક યુઝરે હમ સાથ સાથ હૈ ફિલ્મનું પોસ્ટર શેર કરીને બતાવ્યું છે કે સ્ટાર કપલ બ્રેકઅપ પછી સિંગલ બોય્સ- ‘ये तो सच है कि भगवान है’ गाना गा रहे हैं.  તો બીજા એક યુઝરે એક મીમમાં દર્શાવ્યું હતું કે સુષ્મિતા સેનનું નામ બાયોથી ડિલીટ કર્યા પછી નેટિજન્સ કહી રહ્યા છે કે સમજમાં નથી આવ્યું, પણ સાંભળીને સારું લાગ્યું.

વાસ્તવમાં લલિત મોદીએ સુષ્મિતા સેન સાથેના સંબંધોને સત્તાવાર જાહેર કર્યા હતા અને સુષ્મિતા સાથે નવી જિંદગીની શરૂઆત કરી રહ્યો છે, એમ લખ્યું હતું, પણ હવે લલિત મોદીએ ઇન્સ્ટાગ્રામ પરથી સુષ્મિતા સેનની સાથે પ્રોફાઇલ ફોટો દૂર કર્યો છે. આટલું જ નહીં, તેણે બાયોથી સુષ્મિતા માટે લખેલો મેસેજ પણ દૂર કર્યો છે.

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular