Thursday, May 15, 2025
Google search engine
HomeNewsEntertainmentઅલી ફઝલ, રિચા ચઢ્ઢાએ એમનાં લગ્નની વાતોને રદિયો આપ્યો

અલી ફઝલ, રિચા ચઢ્ઢાએ એમનાં લગ્નની વાતોને રદિયો આપ્યો

મુંબઈ – બોલીવૂડ કલાકારો અલી ફઝલ અને રિચા ચઢ્ઢાએ તેઓ લગ્ન કરી રહ્યાં છે એવા અમુક અખબારી અહેવાલોને આજે રદિયો આપ્યો છે. અમૃતસરમાં જન્મેલી અને મુંબઈમાં ભણેલી રિચાએ કટાક્ષમાં કહ્યું કે હવે મિડિયા અમને અમારા ન જન્મેલા બાળકોનાં નામ પણ જણાવી દે.

અલી ફઝલે તો ચોખ્ખા શબ્દોમાં પ્રત્યાઘાત વ્યક્ત કર્યા છે. એણે કહ્યું કે, અરે જરાય નહીં. આ વાત ખોટી છે. લોકો સાવ બેરોજગાર થઈ ગયા છે. મને ખબર પડતી નથી કે આવી વાતો કોણ ફેલાવે છે. મને સવારથી ફોન પર ફોન આવ્યા કરે છે.

અલી ફઝલ હાલ એક અંગ્રેજી ફિલ્મનું શૂટિંગ પૂરું કરીને બ્રિટનમાંથી પાછો ફર્યો છે.

અહેવાલો અનુસાર, બહુજન સમાજ પાર્ટીનાં પ્રમુખ માયાવતીનાં જીવન પરથી એક હિન્દી ફિલ્મ બનવાની છે જેમાં રિચા ચઢ્ઢા માયાવતીનો રોલ કરશે. એ ગયા જાન્યુઆરીમાં જ રિલીઝ થયેલી ‘પંગા’ ફિલ્મમાં જોવા મળી હતી જેમાં એણે કબડ્ડી ખેલાડી-કોચનો રોલ કર્યો છે.

રિચા અને અલી ફઝલ ઘણા વખતથી એકબીજાનાં પાર્ટનર તરીકે જાહેરમાં દેખાતા રહ્યાં છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular