Monday, May 19, 2025
Google search engine
HomeNewsEntertainmentખુશી કપૂરની ફિલ્મને ‘ડ્રીમ પ્રોજેક્ટ’ ગણાવતા બોની કપૂર

ખુશી કપૂરની ફિલ્મને ‘ડ્રીમ પ્રોજેક્ટ’ ગણાવતા બોની કપૂર

મુંબઈઃ દિવંગત એક્ટ્રેસ શ્રીદેવી અને બોની કપૂરની બીજી પુત્રી ખુશી કપૂર ઝોયા અખ્તરની ‘ધ આર્ચિઝ’માં ડેબ્યુ કરવાની છે. એમાં શાહરુખ ખાનની પુત્રી સુહાના ખાન, અમિતાભ બચ્ચનનો દોહિત્ર અગસ્ત્ય નંદા પણ લીડ રોલમાં નજરે ચઢશે. હવે બોની કપૂરે પુત્રી ખુશીના બોલીવૂડ ડેબ્યુ પર ખૂલીને વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે બાળકોને ક્યારેય શરૂઆતથી માલૂમ નથી હોતું કે તે શું કરવા માગે છે. તે ક્યારેક કહે છે, મોડલિંગ કરવું છે, તો ક્યારેક કંઈક બીજું કહે છે.

ફિલ્મનિર્માતાએ કહ્યું હતું કે ‘ધ આર્ચિઝ’ એક ડ્રીમ પ્રોજેક્ટ છે, કેમ કે એ ફિલ્મ યુવા કેન્દ્રિત ફિલ્મ છે. યુવા લોકો હાલના દિવસોમાં ફિલ્મોના લક્ષિત દર્શકો છે. જોકે એ જૂની પેઢીના દર્શકોને પણ પસંદ આવશે, કેમ કે તો કોમિક્સના મોટા ફેન્સ છે. વળી, ‘ધ આર્ચિઝ’ એક હટકે ફિલ્મ છે.

તેમણે યાદ અપાવ્યું હતું કે કેવી રીતે રાજ કપૂર પણ કોમિક્સના પ્રશંસક હતા. તેમના રૂમમાં કોમિક્સનો ઢગલો પડ્યો રહેતો હતો. તેમણે એમ પણ કહ્યું હતું કે તેમને રાજ કપૂરના ઘરે જવું એટલે પસંદ હતું, કેમ તે તેમના ઘરે તેઓ હંમેશાં લેટેસ્ટ આર્ચિઝ કોમિક્સ વાંચી શકે.

બોની કપૂરે ખુલાસો કર્યો હતો કે ખુશીએ જાહ્નવી કપૂરીની ‘ધડક’ પછી હિરોઇન બનવામાં રસ દાખવ્યો હતો, જે પછી તેમણે તેમની સૌથી નાની પુત્રીને ફિલ્મ સ્કૂલ મોકલી દીધી અને તેને ટેકો પૂરો પાડ્યો.

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular