Wednesday, May 21, 2025
Google search engine
HomeNewsEntertainmentબોમ્બે હાઈકોર્ટે આલિયા ભટ્ટ, સંજય ભણશાળીને રાહત આપી

બોમ્બે હાઈકોર્ટે આલિયા ભટ્ટ, સંજય ભણશાળીને રાહત આપી

મુંબઈઃ બોલીવૂડમાં છેલ્લા ઘણા સમયથી આલિયા ભટ્ટની લીડ રોલવાળી અને સંજય લીલા ભણશાળીના ડિરેક્શનમાં બનતી ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ ચર્ચામાં છે. આ ફિલ્મની સામે એક માનહાનિનો કેસ નોંધવામાં આવ્યો હતો. હાઈકોર્ટે આ કેસ પર સ્ટ મૂકી દીધો છે. આ કેસમાં આલિયા ભટ્ટ અને સંજય લીલા ભણશાળી બંનેનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

આ કેસમાં મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટે આ વર્ષે માર્ચમાં એક સમન્સ આલિયા ભટ્ટ, સંજય લીલા ભણશાળી અને તેમની પ્રોડક્શન કંપનીના નામથી એક સમન્સ જારી કર્યું હતું. આ સમન્સ એક માનહાનિના દાવાએ જારી કરવામાં આવ્યું હતું, જે બાબુજી શાહે આપ્યું હતું, તેઓ પોતાને ગંગુબાઈ કાઠિયાવાડીના સાવકા પુત્ર જણાવે છે. કહેવામાં આવે છે કે ગંગુબાઈ કાઠિયાવાડીની જિંદગીથી આ ફિલ્મ પ્રેરિત છે.

આ મામલે સુનાવણી કરતાં કોર્ટે કહ્યું હતું કે જે કાયદાકીય જોગવાઈ અંતર્ગત આ કેસ નોંધવામાં આવ્યો હતો, એ હિસાબે પ્રાથમિક આધારે કોઈ કેસ બનતો નથી, કેમ કે તેઓ એવું કંઈ પણ કરતા નજરે નથી ચઢતા, જેનાથી કોઈ વ્યક્તિની સામે માનહાનિનો કેસ બને. જસ્ટિસ એકે. શિંદેએ ચુકાદામાં આલિયા ભટ્ટ અનમે સંજય લીલી ભણશાળીને રાહત આપી છે.

આ ફિલ્મમાં આલિયા ભટ્ટ ગંગુબાઈની ભૂમિકામાં છે. એ દાવો છે કે એ ફિલ્મ હુસેન જૈદીની નોવેલ ‘ધ માફિયા ક્વીન’ ઓફ મુંબઈના એક પ્રકરણ પર આધારિત છે. શાહે કહ્યું હતું કે આ નોવેલનો કેટલોક હિસ્સો બહુ અપમાનજનક છે અને ગંગુબાઈની ઇમેજને ખરાબ કરે છે, એને આધારે શાહે ફિલ્મની રિલીઝ પર પ્રતિબંધ મૂકવા માગ કરી હતી.

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular