Sunday, July 13, 2025
Google search engine
HomeNewsEntertainmentટ્વિંકલ ખન્નાએ કહ્યુંઃ મોટો ખુલાસો કરવાની છું એટલે મીડિયા સામે મોઢુ છુપાવ્યું...

ટ્વિંકલ ખન્નાએ કહ્યુંઃ મોટો ખુલાસો કરવાની છું એટલે મીડિયા સામે મોઢુ છુપાવ્યું હતું

નવી દિલ્હીઃ બોલીવુડ એક્ટ્રેસ ટ્વિંકલ ખન્નાનો તાજેતરમાં જ એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક્ટ્રેસ એક પેપરથી પોતાનું ચહેરો છુપાવતી દેખાઈ રહી છે. આ વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે, ટ્વિંકલ કદાચ કોઈ સ્ટૂડિયોમાંથી બહાર આવી રહી છે પરંતુ તે જેવી મીડિયાને ત્યાં જોવે છે કે તરત પોતાનો ચહેરો પેપરથી છુપાવી લે છે. ગાડીમાં બેસી ત્યાં સુધી ટ્વિંકલે પોતાનો ચહેરો છુપાવીને રાખ્યો હતો. ટ્વીંકલનો આ વીડિયો વાયરલ થયા બાદ ટ્વીંકલે ઈન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કરીને જણાવ્યું કે મેં શાં માટે ચહેરો છુપાવી રાખ્યો હતો. સાથે જ એ ઈશારો પણ કર્યો કે પોતાના આવનારા પ્રોજેક્ટને લઈને તે કંઈક મોટો ખુલાસો કરવાની છે. એક્ટ્રેસે લખ્યું કે, હું કંઈક નવું કરવા માટે મારી આઈબ્રો વધારી રહી છું… એક મોટા ખૂલાસાની રાહ જોવો.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular