Tuesday, June 10, 2025
Google search engine
HomeNewsEntertainmentબોલીવૂડ સિતારાઓએ ચાહકોને નવા વર્ષની શુભેચ્છા આપી

બોલીવૂડ સિતારાઓએ ચાહકોને નવા વર્ષની શુભેચ્છા આપી

મુંબઈઃ વર્ષ 2021નો પ્રારંભ થઈ ચૂક્યો છે. બોલીવૂડ માટે વર્ષ 2020 દુઃસ્વપ્ન સમાન રહ્યું હતું. જોકે બધા ફિલ્મસ્ટાર નવા વર્ષને ધામધૂમથી ઊજવી રહ્યા છે. અમિતાભ બચ્ચનથી માંડીને અક્ષયકુમાર સુધી, ઐશ્વર્યા રાય બચ્ચનથી માંડીને પ્રિયંકા ચોપડા સુધી બધાએ સોશિયલ મિડિયાના માધ્યમથી ફેન્સને નવા વર્ષની શુભકામનાઓ આપી હતી અને એન્જોય કરતાં ફોટોઝ શેર કર્યા હતા. બચ્ચન પરિવારે ધૂમધામથી નવા વર્ષનું સ્વાગત કર્યું હતું. ઐશ્વર્યા રાય બચ્ચને ઇન્સ્ટાગ્રામ પર ફોટો શેર કર્યા હતા.

આમ તો  બોલીવૂડ સેલેબ્સે નજીકના મિત્રો અને પરિવારના સભ્યો સાથે નવા વર્ષ 2021ની ઉજવણી કરી હતી. મોટા ભાગની હસ્તીઓએ ઘરે જ સારા ભોજન-દારૂ સાથે નવા વર્ષની ઉજવણી કરી હતી, જ્યારે કેટલીક હસ્તીઓએ રોગચાળા વચ્ચે વ્યસ્ત જીવનમાંથી બ્રેક લેવાનું પસંદ કર્યું હતું.

પ્રિયંકા ચોપરા જોનાસે તેના પતિ નિક જોનાસ સાથેનો ફોટો નવા વર્ષે શેર કર્યો હતો. તેણે ફન્કી કપડાં પહેર્યાં હતાં. તેણે તેના હબી સાથે 2021 સાથેનો તેના ફેન્સને શુભેચ્છા આપતો ફોટો પોસ્ટ કર્યો હતો.

કરીના કપૂર ખાને સોહા અલી ખાન અને તેના પતિ કુણાલ ખેમુ સાથે પરિવારના સભ્યો સાથે ડિનર લીધું હતું. સોહાએ સ્મિત સાથેનો વિડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો.

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular