Thursday, May 22, 2025
Google search engine
HomeNewsEntertainmentબોલીવૂડ કિંગ શાહરુખ ખાન ‘ડિજિટલ ડેબ્યુ’ કરશે

બોલીવૂડ કિંગ શાહરુખ ખાન ‘ડિજિટલ ડેબ્યુ’ કરશે

મુંબઈઃ બોલીવૂડ એક્ટર શાહરુખ ખાન લાખ્ખો લોકોના દિલો પર રાજ કરે છે. તે કેટલાક સમયથી સિલ્વર સ્ક્રીન પર નથી દેખાતો, પણ ટૂંક સમયમાં તેના ફેન્સનો ઇન્તજાર ખતમ થવાનો છે. કેટલાય મોટા એક્ટરની જેમ કિંગ ખાન ટૂંક સમયમાં ડિજિટલ પ્લેટફોર્મ પર દેખા દેશે. શાહરુખ ખાન અને તેના મિત્ર ફિલ્મનિર્માતા કરણ જૌહરે સોશિયલ મિડિયા પર એક વિડિયો શેર કર્યો છે, જેમાં તેના ‘ડિજિટલ ડેબ્યુ’ કરવાનો ઇશારો કરવામાં આવ્યો છે.આ વિડિયો ક્લિપમાં શાહરુખ ખાનના ઘરની પાસે ખૂબ ભીડ એકત્ર થતી જોવાય છે. શાહરુખ ખાન પોતાની સ્ટાઇલમાં તેમની તરફ વેવ કરતા તેની સાથે ઊભેલા એક શખસને પૂછે છે કે શું આટલા ફેન્સ ક્યારેય કોઈના ઘરની સામે ઊભા રહે છે. એના પર તે કહે છે કે અત્યાર સુધી તો નથી જોયા, પણ આગળ કશું કંઈ નહીં શકાય. એના પર શાહરુખ ખાન તેનો અર્થ પૂછે તો તે કહે છે કે બધા સ્ટાર્સ ડિઝની પ્લસ હોટસ્ટાર પર શો અને મુવી આવે છે, પણ તમે નહીં…શાહરુખ ખાને વર્ષ 2018માં ફિલ્મ ‘ઝીરો’માં દેખાયો હતો. હાલ તે ‘પઠાણ’ની શૂટિંગમાં વ્યસ્ત છે, પણ હાલમાં તેણે કેટલાક નવા પ્રોજેક્ટ સાઇન કર્યા છે. એ અહેવાલ મુજબ શાહરુખ ખાને ‘ડિઝની પ્લસ હોટસ્ટાર’ની એક વેબસિરીઝ માટે હા કરી છે.

 

 

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular