Wednesday, July 9, 2025
Google search engine
HomeNewsEntertainmentઅભિનેત્રી પાયલ ઘોષ RPI (આઠવલે) પાર્ટીમાં જોડાઈ

અભિનેત્રી પાયલ ઘોષ RPI (આઠવલે) પાર્ટીમાં જોડાઈ

મુંબઈઃ બોલીવૂડ નિર્માતા-દિગ્દર્શક અનુરાગ કશ્યપે પોતાની પર બળાત્કાર કર્યો હોવાનો આરોપ મૂકનાર અભિનેત્રી પાયલ ઘોષ રાજકારણમાં જોડાઈ છે. તે આજે રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા (RPI) – આઠવલે પાર્ટીમાં જોડાઈ ગઈ છે. કેન્દ્રીય પ્રધાન રામદાસ આઠવલે આ પાર્ટીના વડા છે.

પાયલને પાર્ટીની મહિલા શાખાની ઉપપ્રમુખ બનાવવામાં આવી છે.

પાર્ટીના સૂત્રોના જણાવ્યા મુજબ, પાયલ કેટલાક અન્ય લોકોની સાથે આરપીઆઈ (આઠવલે)માં સામેલ થઈ છે.

આઠવલેએ કહ્યું છે કે પાયલ તથા અન્ય લોકો જોડાતાં અમારી પાર્ટી વધારે મજબૂત બનશે.

આઠવલેએ એમ પણ કહ્યું કે અનુરાગ કશ્યપને પાયલે ઘાયલ કર્યા છે. કશ્યપની ટૂંક સમયમાં જ ધરપકડ કરવામાં આવશે.

કશ્યપ પોતાની સામેના આરોપોનું ખંડન કરી ચૂક્યા છે.

પાયલ ઘોષે કહ્યું કે, દેશ માટે કંઈક કરી બતાવવા માટે પોતે આરપીઆઈ (એ)માં સામેલ થઈ છે. કશ્યપ સામેના જંગમાં પોતાનું સમર્થન કરવા બદલ એણે આઠવલેનો આભાર માન્યો છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular