Sunday, July 13, 2025
Google search engine
HomeNewsEntertainmentઅભિનેતા અન્નૂ કપૂર ફ્રાન્સમાં લૂંટાઈ ગયા

અભિનેતા અન્નૂ કપૂર ફ્રાન્સમાં લૂંટાઈ ગયા

મુંબઈઃ બોલીવુડ ચરિત્ર અભિનેતા અન્નૂ કપૂર હાલ ફ્રાન્સમાં રજા માણવા ગયા છે. પરંતુ પ્રવાસ દરમિયાન એમને કડવો અનુભવ થયો છે. એમનો સામાન ચોરાઈ ગયો છે. જેમાં ગેજેટ્સ અને કિંમતી ચીજોનો સમાવેશ થાય છે.

કપૂરે પોતે જ સોશ્યલ મીડિયા પર આ જાણકારી શેર કરી છે. એમણે એક વીડિયો શેર કરીને પોતાની ચીજવસ્તુઓ કેવી રીતે ચોરાઈ ગઈ એ જણાવ્યું છે. એમણે કહ્યું છે કે એમની બેગ, ક્રેડિટ કાર્ડ, આઈપેડ, વિદેશી ચલણમાં રોકડ રકમ સહિત કેટલીક અંગત ચીજવસ્તુઓ ચોરાઈ ગઈ છે. સદ્દભાગ્યે પાસપોર્ટ બચી ગયો છે. વીડિયોમાં એમણે કહ્યું છે કે ફ્રાન્સમાં ખિસ્સાકાતરુઓ બહુ જ છે. અહીંયાની ટ્રેન પણ બકવાસ છે. આની કરતાં આપણા ભારતની ટ્રેનો દસ ગણી સારી છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular