Sunday, May 25, 2025
Google search engine
HomeNewsEntertainmentદીપિકા સાથે હવે સ્વ. રિશીની જગ્યાએ અમિતાભ

દીપિકા સાથે હવે સ્વ. રિશીની જગ્યાએ અમિતાભ

મુંબઈઃ હોલીવૂડ ફિલ્મ ‘ધ ઈન્ટર્ન’ની આ જ નામ સાથેની હિન્દી રીમેકનું ફર્સ્ટ-લૂક પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. આ કોમેડી ફિલ્મમાં દીપિકા પદુકોણ અને અમિતાભ બચ્ચન ચમકશે. અગાઉ દીપિકા સાથે રિશી કપૂરને પસંદ કરવામાં આવ્યા હતા, પણ રિશીના નિધન બાદ એમની જગ્યાએ હવે અમિતાભની પસંદગી કરવામાં આવી છે.

2015માં આવેલી હોલીવૂડની ‘ધ ઈન્ટર્ન’ ફિલ્મમાં રોબર્ટ ડી નિરો અને એન હેથવેએ ભૂમિકા ભજવી હતી. અમિતાભ અને દીપિકા આ પહેલાં ‘પિકૂ’ અને ‘આરક્ષણ’ ફિલ્મોમાં સાથે કામ કરી ચૂક્યાં છે. દીપિકાએ સોશિયલ મિડિયા પર રિલીઝ કરેલા ‘ધ ઈન્ટર્ન’ના પોસ્ટરમાં બંને સિતારાને છાયા-આકૃતિના રૂપમાં એકબીજાની તરફ ચાલતા બતાવવામાં આવ્યા છે. ફિલ્મનું દિગ્દર્શન અમિત રવિન્દ્રનાથ શર્મા કરવાના છે, જે અગાઉ ‘બધાઈ હો’ બનાવી ચૂક્યા છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular