Wednesday, May 21, 2025
Google search engine
HomeNewsEntertainmentભજનસમ્રાટ અનુપ જલોટા સત્ય સાંઈબાબાની ભૂમિકા ભજવશે

ભજનસમ્રાટ અનુપ જલોટા સત્ય સાંઈબાબાની ભૂમિકા ભજવશે

મુંબઈઃ ભજનસમ્રાટ અનુપ જલોટા નવા પ્રોજેક્ટને લઈને ચર્ચામાં છે. તેઓ સત્ય સાંઈબાબાની ભૂમિકા નિભાવવાના છે. આ એક બાયોપિક ફિલ્મ છે. અનુપ હાલના દિવસોમાં ફિલ્મનું પ્રમોશન કરી રહ્યા છે. તેઓ સત્ય સાંઈબાબાના લુકમાં ફિલ્મનું પ્રમોશન કરી રહ્યા છે. તેમનો આ ફોટો સોશિયલ મિડિયામાં વાઇરલ છે.

તેમણે સત્ય સાંઈબાબા વિશે જણાવ્યું હતું કે 55 વર્ષ પહેલાં પહેલી વાર સત્ય સાંઈબાબાથી મળ્યો હતો. એ વખતે તેઓ માત્ર 12 વર્ષના હતા. હું તેમને લખનઉમાં મળ્યો હતો. એ પછી હું બાબાના ટચમાં હતો. તેમને મળવા હું અનેક વાર પુટ્ટાપારથી તેમના આશ્રમમાં ગયો છે. મુંબઈ, દિલ્હી, બેંગલુરુ અને ઊટીમાં મારી તેમની સાથે મુલાકાત થઈ હતી.

મને લાગે છે કે હું તેમની ભૂમિકાને ન્યાય આપી શકીશ, કેમ કે હું તેમને સારી રીતે ઓળખું છું. હું તેમના ફોલોઅર્સમાંથી એક છું. એટલા માટે મને માલૂમ છે કે તેઓ કેવી રીતે બેસે છે, ચાલે છે, વાત કરે છે. જ્યારે પણ તેઓ મને મળે છે, ત્યારે તેઓ મને છોટે બાબા તરીકે બોલાવો છે. મેં તેમને પૂછતો હતો કે તમે મને આ નામે કેમ બોલાવો છો? ત્યારે તેમણે કહ્યું હતું કે એક દિવસ તને એનો અનુભવ થશે.

હવે મને અહેસાસ થયો કે તેઓ મને છોટે બાબા કેમ બોલાવતા હતા. મને લાગે છે કે હું એ ભૂમિકા પડદા પર ભજવવા જઈ રહ્યો છે, એ સારી રીતે ભજવી શકીશ. આ ફિલ્મ 22 જાન્યુઆરીએ થિયેટરમાં રિલીઝ થશે. આ હિન્દી, મરાઠી, ઇંગ્લિશ અને તેલુગુ ભાષામાં રિલીઝ થશે.

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular