Monday, September 15, 2025
Google search engine
HomeNewsEntertainmentઅમદાવાદમાં બજરંગ દળના કાર્યકરોએ 'પઠાણ'ની કરી 'ધુલાઈ'

અમદાવાદમાં બજરંગ દળના કાર્યકરોએ ‘પઠાણ’ની કરી ‘ધુલાઈ’

અમદાવાદઃ બજરંગ દળ ગુજરાત સંગઠનના કાર્યકરોએ શહેરના એક મલ્ટીપ્લેક્સ ધરાવતા શોપિંગમાં મોલમાં જઈને શાહરૂખ ખાન અભિનીત આગામી હિન્દી ફિલ્મ ‘પઠાણ’ સામે એમનો વિરોધ વ્યક્ત કર્યો હતો. એમણે વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા આલ્ફાવન મોલમાં જઈને આ ફિલ્મનો પ્રચાર કરતા પોસ્ટર, બેનરને ફાડી નાખ્યા હતા કટઆઉટને ઉખેડી નાખ્યા હતા. બાદમાં બજરંગ દળે તોડફોડનો તે વીડિયો પોતાના ટ્વિટર હેન્ડલ પર પોસ્ટ કર્યો હતો. ટ્વીટમાં ચેતવણી આપવામાં આવી છે કે, ‘જો આ ફિલ્મને રિલીઝ કરી તો બજરંગ દળ પોતાનો મિજાજ બતાવશે. ધર્મના સમ્માનમાં બજરંગ દળ મેદાનમાં ઉતર્યું છે.’

ઉલ્લેખનીય છે કે શાહરૂખ અને દીપિકા પદુકોણ અભિનીત આ ફિલ્મના ‘બેશરમ રંગ’ ગીતને કારણે ફિલ્મ સામે વ્યાપક વિરોધ ઊભો થયો છે. એક તો ગીતમાં દીપિકાને ભગવા રંગની બિકિની પહેરાવવામાં આવી છે, બીજું, ‘બેશરમ રંગ’ શબ્દોનો ઉપયોગ કરાયો છે અને ત્રીજું, દીપિકાનાં અશ્લીલ ડાન્સ મૂવ્સ બતાવવામાં આવ્યા છે.

આ ફિલ્મ 25 જાન્યુઆરીએ રિલીઝ કરવામાં આવનાર છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular