Monday, November 10, 2025
Google search engine
HomeNewsEntertainmentઆશુતોષ ‘લગાન’ ગોવારીકર બનાવશે આદિ શંકરાચાર્યના જીવન પરથી ફિલ્મ ‘શંકર’

આશુતોષ ‘લગાન’ ગોવારીકર બનાવશે આદિ શંકરાચાર્યના જીવન પરથી ફિલ્મ ‘શંકર’

મુંબઈઃ નિર્માતા-દિગ્દર્શક આશુતોષ ગોવારીકર ‘શંકર’ શિર્ષકવાળી નવી ફિલ્મ બનાવવાના છે. આ ફિલ્મ 8મી સદીમાં થઈ ગયેલા વેદોના વિદ્વાન, ફિલસૂફ, આચાર્ય અને સંત આદિ શંકરાચાર્યના જીવન અને જ્ઞાન પર આધારિત હશે.

મધ્ય પ્રદેશમાં ઓમકારેશ્વર ખાતે નર્મદા નદીના કાંઠે આદિ શંકરાચાર્યની 108 ફૂટ ઊંચી એક પ્રતિમાનું અનાવરણ કર્યાના પ્રસંગે ફિલ્મ નિર્માણની જાહેરાત કરવામાં આવી હતી. ગોવારીકરે કહ્યું છે કે, ‘આદિ શંકરાચાર્ય ભારતના ઈતિહાસમાં ઉલ્લેખનીય વ્યક્તિ હતાં અને એમના જ્ઞાન-ઉપદેશો દુનિયાભરમાં લોકોને પ્રેરણા આપતા રહેશે.’

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular