Tuesday, May 20, 2025
Google search engine
HomeNewsEntertainmentઅંકિતા લોખંડે, વિક્કી જૈનના સંબંધોમાં પડી તિરાડ?

અંકિતા લોખંડે, વિક્કી જૈનના સંબંધોમાં પડી તિરાડ?

નવી દિલ્હીઃ બોલીવૂડ એક્ટર સલમાન ખાનનો શો બિગ બોસ 17 હાલના દિવસોમાં સતત ચર્ચામાં છે. આ શોમાં ભાગ લેનારા સ્પર્ધક વચ્ચે લડાઈ-ઝઘડા જોવા મળી રહ્યા છે. આ શોમાં એક્ટ્રેસ અંકિતા લોખંડે પણ પતિ વિક્કી જૈન સાથે ભાગ લઈ રહી છે. આ શોમાં બંનેએ બહુ પ્રેમથી એન્ટ્રી લીધી હતી, પણ બીજા સપ્તાહ પછી અંકિતા અને વિક્કીની વચ્ચે બબાલ શરૂ થઈ ગઈ હતી.

હવે બંને જણ એકેમેકથી હેરાન-પરેશાન દેખાઈ રહ્યા છે. બંને વચ્ચે છૂટાછેડા સુધીની વાત થઈ ચૂકી છે. અંકિતા શો પછી વિક્કીથી અલગ થવાની હિન્ટ આપી ચૂકી છે. હવે નવા એપિસોડમાં અંકિતા પતિને બહુબધા લાફા મારે છે. અંકિતાની આ હરકત જોઈને સૌકોઈ હેરાન છે.

એક્ટ્રેસે તો ત્યાં સુધી કહી દીધું છે કે તે વિક્કી જૈનને લઈને ઘરની બહાર નિર્ણય કરશે. એ સિવાય તેણે વિક્કી પર અન્ય યુવતીઓ પર નજર રાખવાનો પણ આરોપ મૂક્યો છે.

વાસ્તવમાં બિગ બોસના તાજા એપિસોડમાં ઇશા માલવીય ગાર્ડન એરિયામાં કાર્ટવીલ કરી રહી છે, ત્યારે અંકિતા કહે છે કે હું આ શોમાં આવતા પહેલાં દરરોજ 10 કિલોમીટર ચાલતી હતી. સામાન્ય રીતે હું આઠ કિમી બીચ પર ચાલતી હતી. જેથી એની પાછળ બેઠેલો વિક્કી અંકિતાની મજાક ઉડાડતાં કહે છે, અંકિતા ખોટું બોલી રહી છે. વિક્કીની  આ હરકત પર અંકિતાને બહુ ગુસ્સો આવે છે અને તે પતિને જોર-જોરથી લાફાઓ ઝીંકી દે છે.

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular