Saturday, July 19, 2025
Google search engine
HomeNewsEntertainmentઅમિતાભ સાથે ટ્વિટરે છેતરપીંડી કરી?

અમિતાભ સાથે ટ્વિટરે છેતરપીંડી કરી?

મુંબઈઃ માઈક્રો-બ્લોગિંગ સાઈટ ટ્વિટરે બ્લૂ ટીક મામલે નવું ધોરણ અપનાવ્યું છે. એકાઉન્ટ વેરિફિકેશન માટે અપાતા બ્લૂ ટીક માટે હવે પૈસા ભરવા પડે છે. એને પગલે ટ્વિટરે ગઈ 21 એપ્રિલથી અનેક દિગ્ગજ વ્યક્તિઓના એકાઉન્ટમાં એમનાં નામની આગળ દર્શાવાતું બ્લૂ ટીક કાઢી નાખ્યું છે. એમાં અનેક નામાંકિત કલાકારો, રાજકીય નેતાઓના નામનો પણ સમાવેશ થાય છે. ટ્વિટરના માલિક ઈલોન મસ્કે જાહેરાત કરી છે કે હવેથી જેમને બ્લૂ ટીક જોઈતું હોય એમણે દર મહિને 8 ડોલર (ભારતીય ચલણ પ્રમાણે આશરે રૂ 900) ચૂકવવા પડશે. પરંતુ ટ્વિટરે એવી પણ જાહેરાત કરી છે કે જે વ્યક્તિઓના ફોલોઅર્સની સંખ્યા 10 લાખથી વધારે હશે એમને મફતમાં બ્લૂ ટીક પાછું ફાળવવામાં આવશે. પરંતુ બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચને એવો આરોપ મૂક્યો છે કે એમની સાથે છેતરપીંડી થઈ છે. એમણે આ વિશે કરેલા ટ્વીટે ખળભળાટ મચાવી દીધો છે.

અમિતાભે ટ્વીટ કરીને જણાવ્યું છે કે, ‘મારા તો 4 કરોડ 84 લાખથી વધારે ફોલોઅર્સ છે. તે છતાં એમની પાસેથી પૈસા લઈને બ્લૂ ટીક આપવામાં આવ્યું છે.’ અમિતાભના આ ટ્વીટ બાદ અસંખ્ય લોકોએ રસપ્રદ, વિનોદસભર પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. એક જણે લખ્યું છે, ‘સાહેબ, ઈલોન મસ્કે તમને ફસાવ્યા છે. તમારા પૈસા ડૂબી ગયા. એ હવે તમને પાછા નહીં મળે.’

ટ્વિટરના બ્લૂ ટીકની કિંમત દરેક દેશ માટે જુદી જુદી રાખવામાં આવી છે. વપરાશકાર જે દેશમાંથી લોગ-ઈન કરશે તે દેશના ધોરણ અનુસાર તેના એકાઉન્ટને બ્લૂ ટીક પેમેન્ટ રકમનો નિયમ લાગુ થશે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular