Monday, May 19, 2025
Google search engine
HomeNewsEntertainmentઆલિયા દક્ષિણના સુપસ્ટાર જુનિયર-NTR સાથે જોડી જમાવશે

આલિયા દક્ષિણના સુપસ્ટાર જુનિયર-NTR સાથે જોડી જમાવશે

મુંબઈઃ બોલીવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ને લઈને સમાચારોમાં છે. આલિયાની આ વર્ષે કેટલીક મોટી ફિલ્મો રિલીઝ થવાની છે, જેમાં ‘ગંગુબાઈ કાઠિયાવાડી,’ ‘RRR’ અને ‘બ્રહ્માસ્ત્ર’ સામેલ છે. SSS રાજામૌલીની ફિલ્મ ‘RRR’ રિલીઝ થતાં પહેલાં ઘણી લોકપ્રિય થઈ ચૂકી છે. મૌલીની ‘RRR’માં આલિયા ભટ્ટ દક્ષિણના સુપરસ્ટાર જુનિયર NTR અને રામ ચરણની સાથે સ્ક્રીન શેર કરતી દેખા દેશે. આ ફિલ્મ પછી એક્ટ્રેસ એક વધુ ફિલ્મમાં જુનિયર NTR સાથે દેખાય એવી શક્યતા છે.

આલિયા ભટ્ટએ જણાવ્યું હતું કે તે જુનિયર NTRની સાથે નવી ફિલ્મ કરવા વિશે વિચારી રહી છે. જોકે હજી એ વાત નક્કી નથી થઈ પણ જુનિયર NTR સાથેની નવી ફિલ્મ વાતચીતના છેલ્લા તબક્કામાં છે. તે તેની સાથે એક વધુ ફિલ્મ કરવાનું પસંદ કરશે. આલિયાએ સાઉથના સુપરસ્ટારની પ્રશંસા કરતાં કહ્યું હતું કે તે ઘણો ટેલેન્ટેડ છે.

આલિયા ભટ્ટે વાતચીતમાં રણબીર કપૂરને બેસ્ટ બોયફ્રેન્ડ એવર બતાવ્યો હતો. એક્ટ્રેસે રણબીર માટે પ્રશંસાનાં ફૂલો વરસાવ્યાં હતાં. તે બહુ પ્યારો છે. તે સારી રીતે સાંભળે છે અને સમજે છે અને તે ઘણો આનંદી સ્વભાવનો છે. રણબીર હંમેશાં હળવી મજાક-મસ્તી કરતો રહે છે, મોજીલો યુવા છે, એમ આલિયાએ કહ્યું હતું. આલિયા ભટ્ટની ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ 25 ફેબ્રુઆરીએ રિલીઝ થવાની છે.

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular