Monday, October 20, 2025
Google search engine
HomeNewsEntertainmentલોકડાઉન વચ્ચે અક્ષયે કર્યું એડનું શુટિંગઃ કમાલ ખાને કરી ટીકા

લોકડાઉન વચ્ચે અક્ષયે કર્યું એડનું શુટિંગઃ કમાલ ખાને કરી ટીકા

મુંબઈઃ દેશમાં કોરોના વાયરસના કારણે લોકડાઉનનું ચોથું ચરણ ચાલી રહ્યું છે. ત્યારે કેટલીક જગ્યાઓ પર લોકોને છૂટ આપવામાં આવી છે. લોકડાઉનનું આ ચોથું ચરણ 31 મે સુધી ચાલુ રહેશે. આ વચ્ચે હવે દરેક વ્યક્તિ પોતાના ઘરોમાં કેદ છે અને કોરોના વાયરસ લામે લડી રહ્યા છે. તો બોલીવૂડ અભિનેતા અક્ષય કુમારે એક જાહેરખબર માટેનું શુટિંગ કર્યું છે. આનો ફોટો બોલીવુડ એક્ટર કમાલ ખાને પોતાના ટ્વીટર પર શેર કર્યો છે. આ ફોટોમાં અક્ષય કુમારને શુટિંગ કરતો જોઈ શકાય છે. કમાલ ખાને અક્ષય કુમારનો ફોટો શેર કરતા લખ્યું કે, અક્ષય કુમારને બધામાં ઉતાવળ જ હોય છે. અત્યારે જ્યારે લોકો પોતાના ઘરોમાં બેઠા છે, ત્યારે તે સરકારી એડ માટે શુટિંગ કરી રહ્યા છે. કમાલ ખાનના આ ટ્વીટ પર લોકો કોમેન્ટ્સ કરીને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, અક્ષય કુમાર સતત કોરોના સંકટ વચ્ચે લોકોની મદદ કરી રહ્યા છે. અક્ષય કુમારે પીએમ કેર ફંડ આપવાની સાથે થિયેટર માલિકોને પણ મદદ કરી છે. અક્ષય કુમાર મુખ્યત્વે સોશિયલ મીડિયા દ્વારા લોકોને જાગૃત કરવાના પ્રયત્નો કરતા રહે છે. તો, વર્કફ્રન્ટની વાત કરીએ તો, અક્ષય કુમારની ફિલ્મ સૂર્યવંશી માર્ચમાં રિલીઝ થવાની હતી. જો કે, લોકડાઉનને લઈને અને કોરોના વાયરસના સંક્રમણને ફેલાતુ રોકવા માટે ફિલ્મના રિલીઝને ટાળી દેવામાં આવ્યું છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular