Saturday, May 17, 2025
Google search engine
HomeNewsEntertainment'લક્ષ્મી બોમ્બ'નો ધમાકો થશે 9 નવેમ્બરે; અક્ષય કુમારની જાહેરાત

‘લક્ષ્મી બોમ્બ’નો ધમાકો થશે 9 નવેમ્બરે; અક્ષય કુમારની જાહેરાત

મુંબઈઃ અક્ષય કુમાર અભિનીત આગામી નવી હિન્દી ફિલ્મ ‘લક્ષ્મી બોમ્બ’નું ટીઝર આજે રિલીઝ કરવામાં આવ્યું છે. ફિલ્મ આ વર્ષની 9 નવેમ્બરે રિલીઝ કરવામાં આવશે એવી પણ જાહેરાત કરી છે ખુદ અક્ષયે – સોશિયલ મિડિયા પર.

ફિલ્મના ટીઝરમાં જોઈ શકાય છે કે અક્ષયનું પાત્ર કઈ રીતે લક્ષ્મણમાંથી લક્ષ્મીનું રૂપ ધારણ કરે છે.

ફિલ્મમાં ચોક્કસપણે સુપરસ્ટાર અક્ષય એક વધુ નવા ચેલેન્જિંગ રોલ અને સ્વરૂપમાં જોવા મળશે.

અક્ષયે સોશિયલ મિડિયા પર ટીઝર રિલીઝ કરવા સાથે લખ્યું છે કેઃ ‘આવતી દિવાળીએ તમારા ઘરમાં ‘લક્ષ્મી’ની સાથે એક ધમાકેદાર ‘બોમ્બ’ પણ આવશે. આવી રહી છે ‘લક્ષ્મી બોમ્બ’ 9 નવેમ્બરે, ડિઝની પ્લસ હોટસ્ટાર પર.’

આ ફિલ્મ 2011માં આવેલી રાઘવ લોરેન્સની હોરર કોમેડી ફિલ્મ મુની-2-કંચનાની હિન્દી રીમેક હશે. ‘લક્ષ્મી બોમ્બ’ સાથે લોરેન્સ હિન્દી ફિલ્મોમાં દિગ્દર્શક તરીકે ડેબ્યૂ કરશે.

અક્ષય કુમાર આ ફિલ્મમાં બદલો લેવા માટે વ્યંડળનું સ્વરૂપ ધારણ કરનાર એક પુરુષનો અસાધારણ કહેવાય એવો રોલ કરી રહ્યો છે.

Laxmmi Bomb teaser

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular