Friday, May 16, 2025
Google search engine
HomeNewsEntertainmentટ્વિન્કલ ખન્નાને ઇમ્પ્રેસ કરવા અક્ષયકુમારે કર્યું જોખમી કામ

ટ્વિન્કલ ખન્નાને ઇમ્પ્રેસ કરવા અક્ષયકુમારે કર્યું જોખમી કામ

મુંબઈઃ બોલીવૂડ એક્ટર અક્ષયકુમાર વારંવાર એક્શન દ્રશ્યોથી ફેન્સને આશ્ચર્યમાં મૂકે છે. જોકે ફેન્સ અક્ષયકુમારના સ્ટંટથી ચકિત થઈ શકે, પણ બધા જ તેના પર્ફોર્મથી ખુશ  નથી થતા. એક્ટ્રેસ અને લેખક ટ્વિન્કલ ખન્નાએ ખુલાસો કર્યો હતો કે અક્ષયકુમારના આ પ્રકારના સ્ટંટથી તેને ડર લાગે છે.

અક્ષયકુમાર અને ટ્વિંકલ ખન્ના બે દાયકા સાથે છે. તેઓ એકમેકને ઇમ્પ્રેસ કરવાની તક હાથથી જવા નથી દેતા. અક્ષયે આવનારી ફિલ્મ ‘બેલબોટમ’ના સેટના એક વિડિયોમાં આ વાતનો સ્વીકાર કર્યો હતો. અક્ષયે ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર ‘બેલ બોટમ’ના જંગલમાં ટ્રેનિંગ સેશનના શૂટિંગનો એક વિડિયો પોસ્ટ કર્યો હતો. એ વિડિયોમાં અક્ષયકુમાર ફેન્સને કહે છે, જ્યારે અમે જંગલમાં શૂટ કરી રહ્યા હતા, ત્યારે મારી વાઇફ સેટ પર આવી હતી. એટલે મારે મારી બધી ટ્રિક બેગમાંથી બહાર કાઢવી પડી, કેમ કે 20 વર્ષ પછી પણ હું તેને ઇમ્પ્રેસ કરવા ઇચ્છું છું. મારે સૌથી વધારે ચિન-અપ્સ કરવા પડ્યા, કેમ કે સેટ પર બીજા છોકરાઓ હતા. એટલે મારે કંઈક વધારે કરીને દેખાડવું હતું. જેથી તે હંમેશાં મારાથી ઇમ્પ્રેસ રહે. મારા નસીબ સારા કે તેણે મારું બધું નોટિસ કર્યું, એટલે એ બેકાર નથી ગયું. ટ્વિન્કલે ઇન્સ્ટાગ્રામ પર જવાબ આપ્યો હતો કે હું તમારાથી ઇમ્પ્રેસ છું. હવે શું તમે આ સ્ટંટ કરવાનું બંધ કરશો?

ટ્વિન્કલે એક બીજી પોસ્ટમાં લખ્યું હતું કે જ્યારે તે બિલ્ડિંગો અને વિમાનોમાંથી છલાંગ લગાવે છે, ત્યારે મને ખૂબ ડર લાગે છે. તે હજી પણ સ્ટંટથી મને ઇમ્પ્રેસ કરવા માટે છે. ‘બેલ બોટમ’ 3Dમાં પણ રિલીઝ થઈ રહી છે.

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular