Friday, May 16, 2025
Google search engine
HomeNewsEntertainmentKL રાહુલ, અથિયાનાં લગ્ન વિશે અહાનનો મોટો ખુલાસો, જાણો...

KL રાહુલ, અથિયાનાં લગ્ન વિશે અહાનનો મોટો ખુલાસો, જાણો…

મુંબઈઃ બોલીવૂડ એક્ટર રણબીર કપૂર અને આલિયા ભટ્ટનાં લગ્ન પછી બધાની નજર અથિયા શેટ્ટી અને ક્રિકેટર KL રાહુલનાં લગ્ન પર છે. તેમનાં લગ્ન વિશે આજકાલ અફવા ચાલી રહી છે કે બંને ડિસેમ્બરમાં સાત ફેરા લેવા માટે તૈયાર છે અને આ લગ્ન માટે સુનીલ શેટ્ટીએ તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. જોકે બંનેના પરિવારોમાંથી એની પુષ્ટિ નથી થઈ. અથિયાનાં લગ્નને લઈને તેના ભાઈ અહાન શેટ્ટીએ પ્રતિભાવ આપ્યો હતો કે કોઈ સેલિબ્રેશન નથી થઈ રહ્યું.

અહાને એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે લગ્ન માટે કોઈ સેરેમની નથી થવાની. આ બધી અફવાઓ છે, જ્યારે લગ્ન જ નથી થઈ રહ્યાં તો પછી તારીખ કેવી રીતે આવશે? હજી તો સગાઈ પણ નથી થઈ. વળી, હાલ કોઈ આયોજન પણ નથી. આવનારા કેટલાક મહિનાઓ સુધી કોઈ લગ્નનું આયોજન નથી.

અથિયા મુંબઈ એરપોર્ટ પર સ્પોટ થઈ હતી, જ્યાં તે KL રાહુલને રિસીવ કરવા માટે ગઈ હતી. બંને એકસાથે મજબૂત બોન્ડિંગ ધરાવે છે. તેઓ બંને એકમેકને ઘણાં વર્ષોથી ડેટ કરી રહ્યાં છે. બંને સોશિયલ મિડિયા પર એકબીજાની સાથેના ફોટો અને વિડિયો શેર કરતા રહે છે. અહાન શેટ્ટીની ડેબ્યુ ફિલ્મ ‘તડપ’ની સ્ક્રીનિંગ પર બંનેએ એકસાથે પોઝ આપ્યો હતો. બંનેનું બોન્ડિંગ તેમના ફેન્સને પસંદ આવ્યું હતું. વળી, અથિયાના પિતા સુનીલ શેટ્ટીને પણ બંનેની રિલેશનશિપથી કોઈ વાંધાવિરોધ નથી.

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular