Saturday, May 17, 2025
Google search engine
HomeNewsEntertainment'આદિપુરુષ' ફિલ્મ વિરુદ્ધની તમામ કાર્યવાહી સુપ્રીમ કોર્ટે અટકાવી દીધી

‘આદિપુરુષ’ ફિલ્મ વિરુદ્ધની તમામ કાર્યવાહી સુપ્રીમ કોર્ટે અટકાવી દીધી

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે હિન્દી-તેલુગુ ફિલ્મ ‘આદિપુરુષ’ના નિર્માતાઓને આજે મોટી રાહત આપતો નિર્ણય જાહેર કર્યો છે. કોર્ટે આ વિવાદાસ્પદ ફિલ્મના સંબંધમાં દેશની જુદી જુદી હાઈ કોર્ટમાં પેન્ડિંગ રહેલી તમામ કાર્યવાહી સામે મનાઈહૂકમ આપ્યો છે. આમાં, અલાહાબાદ હાઈકોર્ટના આદેશનો પણ સમાવેશ થાય છે જેણે ફિલ્મના નિર્માતા, દિગ્દર્શક અને સંવાદલેખકને પ્રત્યક્ષ રીતે હાજર થવાનું ફરમાન કર્યું હતું.

અલાહાબાદ હાઈકોર્ટના આદેશને પડકારતી અરજી પરની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિઓ એસ.કે. કૌલ અને સુધાંશુ ધુલિયાની બેન્ચે ઉક્ત નિર્ણય આપ્યો છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular