Wednesday, May 14, 2025
Google search engine
HomeNewsEntertainmentએક્ટ્રેસ અદા શર્માએ સુશાંત સિંહ રાજપૂતનો ફ્લેટ ખરીદ્યો

એક્ટ્રેસ અદા શર્માએ સુશાંત સિંહ રાજપૂતનો ફ્લેટ ખરીદ્યો

મુંબઈઃ બોલીવૂડ એક્ટ્રેસ અદા શર્મા બાંદરાસ્થિત ઘર ખરીદવાને લઈને ચર્ચામાં છે. તે બીજું કોઈનું નહીં પણ સ્વ. સુશાંત સિંહ રાજપૂતનું ઘર ખરીદવાને લઈને ચર્ચામાં છે. સુશાંત સિંહ રાજપૂતે જે ફ્લેટમાં રહેતો હતો અને જેમાં તેણે આપઘાત કર્યો હતો, એ ફ્લેટ અદા શર્માએ ખરીદ્યો છે.   સુશાંત સિંહ રાજપૂતે વર્ષ 2020માં તેના ફ્લેટમાં આત્મહત્યા કરી હતી. જોકે અદા શર્માએ મોન્ટ બ્લાન્ક એપાર્ટમેન્ટસમાં સુશાંત સિંહ રાજપૂતનો ફ્લેટ ખરીદ્યો હતો. જોકે તે ક્યારથી આ ફ્લેટમાં રહેવા જશે, એ વિશે તેણે કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો. સુશાંત સિંહનું ઘર ત્યારથી ચર્ચામાં છે, જ્યારથી તેના ઘરનું ભાડું વધારી દેવામાં આવ્યું હતું. જોકે સોશિયલ મિડિયા પર આને લઈને નેટિજન્સ કોમેન્ટ્સ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું છે, OMG, આ એક હિંમતવાન પગલું છે, જ્યારે બીજાએ લખ્યું હતું કે ફિલ્મઉદ્યોગમાંથી એકમાત્ર હાર્ડવર્કિંગ વ્યક્તિ જ ત્યાં રહેવાથી નહીં ડરે.

સુશાંત સિંહે 14 0ન, 2020એ એ ફ્લેટમાં અંતિમ શ્વાસ લીધા હતા અને વર્ષ 2021માં સમાચાર હતા કે તેનો સમુદ્ર સ્થિત ફ્લેટ ભાડા પર છે. સુશાંત તેના ફ્લેટનું રૂ. 4.5 લાખ ભાડું ભરતો હતો.

એક્ટ્રેસ અદા શર્માએ સુશાંતનો ફ્લેટ ખરીદ્યો છે અને હવે તે જલદી એમાં રહેવા જવાની છે. અદા ‘ધ કેરલા સ્ટોરી’ ફિલ્મ કરી હતી, આ ફિલ્મ સૌથી કમાણીવાળી ફિલ્મોમાંથી એક રહી હતી. આ ફિલ્મે આશરે રૂ. 250 કરોડનું કલેક્શન કર્યું હતું.

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular