Friday, May 23, 2025
Google search engine
HomeNewsEntertainmentઆમિર, કિરણના તલાકઃ અંત નહીં નવા સફરનો પ્રારંભ

આમિર, કિરણના તલાકઃ અંત નહીં નવા સફરનો પ્રારંભ

નવી દિલ્હીઃ આમિર ખાન અને કિરણ 15 વર્ષની લાંબી સફર પછી અલગ થઈ ગયાં છે. બંનેએ એક સંયુક્ત વક્તવ્ય જારીને પોતાના તલાકની માહિતી આપી હતી. બોલીવૂડ એક્ટર આમિર ખાન અને કિરણ રાવનાં લગ્ન 2005માં થયાં હતાં. બંનને એક પુત્ર આઝાદ પણ છે, જેનો જન્મ સરોગસીથી થયો છે. કિરણ રાવની મુલાકાત આમિર ખાન સાથે આશુતોષ ગોવારીકરની ફિલ્મ ‘લગાન’ દરમ્યાન થઈ હતી. ‘લગાન’ ફિલ્મમાં કિરણ રાવ અસિસ્ટન્ટ ડિરેક્ટર હતી. એ આમિર ખાનનાં બીજાં લગ્ન હતાં. આ પહેલાં આમિર ખાને રીમા દત્તા સાથે લગ્ન કર્યાં હતાં અને તેમની સાથે 15 વર્ષે તેમના તલાક થઈ ગયા હતા. આમિરનાં પહેલાં લગ્નથી તેને એક પુત્ર અને પુત્રી છે.

આમિર ખાન અને કિરણ રાવે સંયુક્ત વક્તવ્યમાં કહ્યું હતું કે આ 15 ખૂબસૂરત વર્ષોમાં અમે એકસાથે જીવનભરના અનુભવો, આનંદ અને ખુશી શેર કરી છે અને અમારી વચ્ચે સંબંધ માત્ર વિશ્વાસ, સન્માન અને પ્રેમમાં વધ્યો. હવે અમે પોતાના જીવનમાં એક નવો અધ્યાય શરૂ કરવા માગીએ છીએ. હવે પતિ-પત્નીના રૂપે નહીં, બલકે એકબીજા માટે સહ-માતા-પિતા અને પરિવારના રૂપમાં.

અમે કેટલાંક સમય પહેલાં અલગ થવાની યોજના બનાવી હતી. અમે અલગ રહેવા છતાં પુત્ર આઝાદના સમર્પિત માતા-પિતા છીએ, જેનું પાલન-પોષણ અમે મળીને કરીશું. અમે ફિલ્મો, પાની ફાઉન્ડેશન અને અન્ય યોજનાઓ પર સહયોગીના રૂપમાં કામ કરવાનું જારી રાખશું.

અમે શુભચિંતકોથી શુભકામનાઓ અને આશીર્વાદની આશા કરીએ છીએ અમારી જેમ તમે આ તલાકને અંતની જેમ નહીં પણ એક નવા સફરની શરૂઆતના રૂપમાં જોશો.

ધન્યવાદ અને પ્રેમ,

કિરણ અને આમિર

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular