Thursday, May 15, 2025
Google search engine
HomeNewsEntertainmentઆમિર, કરીનાએ 'લાલ સિંહ ચઢ્ઢા'નું શૂટિંગ શરૂ કર્યું

આમિર, કરીનાએ ‘લાલ સિંહ ચઢ્ઢા’નું શૂટિંગ શરૂ કર્યું

નવી દિલ્હીઃ આમિર ખાન અને કરીના કપૂર ખાને ફરી એક વાર અપકમિંગ ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’નું શૂટિંગ શરૂ કર્યું છે. આ બંને સ્ટાર હાલમાં શૂટિંગના સેટ પર ફિલ્મના પોતાના લુકમાં નજરે ચઢ્યા હતા. આમિર ખાને જ્યાં દાઢી વધારી છે, ત્યારે કરીના કપૂર ખાને હોસ્પિટલવાળું ગાઉન પહેરી રાખ્યું હતું. પાપારાઝીએ બંનેના ફોટો અને વિડિયો રેકોર્ડ કર્યા હતા.

આમિર ખાને જ્યાં વધારેલી દાઢીની સાથે માથે પાઘડી પહેરી હતી, જ્યારે કરીના કપૂર ખાને માસ્ક પહેર્યો હતો. વરસાદમાં બંને કઈ રીતે બચતા રહીને શૂટિંગ લોકેશન સુધી પહોંચ્યા અને બંનેનો એ વિડિયો સોશિયલ મિડિયા પર શેર કરવામાં આવી રહ્યો છે. ફિલ્મમાં આમિર ખાન લીડ રોલ પ્લે કરી રહ્યો છે અને કરીના ફીમેલ લીડ રોલમાં છે.

આમિર અને કરીનાની એ ફિલ્મ છેલ્લા ઘણા સમયથી પેન્ડિંગ પડી છે. કોવિડ પહેલાં સુધી ફિલ્મનું શૂટિંગ અડધાથી વધુ પૂરું થઈ ચૂક્યું છે, પણ કોવિડને લીધે લોકડાઉન લાગી ગયું છે અને શૂટિંગ અટકાવવું પડ્યું હતું. એ પછી સ્થિતિ સામાન્ય થઈ ત્યારે શૂટિંગ ફરી શરૂ કરવામાં આવ્યું છે. જોકે શૂટિંગ ઘણું ધીમું થઈ રહ્યું છે.

બોલીવૂડ મિસ્ટર પર્ફેક્શનિસ્ટ આમિર ખાનની ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ હોલીવૂડની સુપરહિટ ફિલ્મ ‘ફોરેસ્ટ ગંપ’ની સત્તાવાર હિન્દી રિમેક છે. ફિલ્મના પોસ્ટર અને ફર્સ્ટ લુક વિડિયો સોશિયલ મિડિયા પર રિલીઝ કરવામાં આવી ચૂક્યાં છે. જોકે ફિલ્મની રિલીઝ અને ટ્રેલરની ડેટ હજી ફાઇનલ નથી થઈ.

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular