Sunday, May 18, 2025
Google search engine
HomeNewsNationalEDની ટીમ અરવિંદ કેજરીવાલના ઘરે પહોંચી

EDની ટીમ અરવિંદ કેજરીવાલના ઘરે પહોંચી

દિલ્હી લિકર પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં EDની ટીમ ગુરુવારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘરે પહોંચી. સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ કેસમાં પૂછપરછ માટે કેજરીવાલને અત્યાર સુધીમાં નવ સમન્સ મોકલ્યા છે, પરંતુ તેઓ એક વખત પણ હાજર થયા નથી.

નવમા સમન્સમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલને ગુરુવારે હાજર થવા માટે કહેવામાં આવ્યું છે. કેજરીવાલે આ અંગે દિલ્હી હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો, પરંતુ તેમને અહીંથી રાહત મળી ન હતી. હાઈકોર્ટે આજે કેજરીવાલને એક્સાઈઝ પોલિસી સંબંધિત મની વેન્ડરિંગ કેસમાં શિક્ષાત્મક કાર્યવાહીથી કોઈ રક્ષણ આપવાનો ઈન્કાર કર્યો હતો.

જસ્ટિસ સુરેશ કુમાર કૈત અને મનોજ જૈનની બેન્ચે કેજરીવાલની અરજીને 22 એપ્રિલે વધુ વિચારણા માટે સૂચિબદ્ધ કરી છે. સમન્સને પડકારતી તેમની મુખ્ય અરજી પર પણ 22 એપ્રિલે સુનાવણી થશે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular