Sunday, July 20, 2025
Google search engine
HomeNewsInternationalજાપાનના હોક્કાઇડોમાં 6.1ની તીવ્રતાનો ભૂંકપ

જાપાનના હોક્કાઇડોમાં 6.1ની તીવ્રતાનો ભૂંકપ

જાપાનમાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. હોક્કાઇડો ટાપુના પૂર્વ ભાગમાં શનિવારે (25 ફેબ્રુઆરી) સાંજે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.1 માપવામાં આવી છે. યુએસજીસીના અધિકારીઓએ આ માહિતી આપી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર ભૂકંપના કારણે સુનામીની કોઈ ચેતવણી જારી કરવામાં આવી નથી. ભૂકંપના કારણે જાનમાલના નુકસાનના કોઈ અહેવાલ નથી. જાપાનની હવામાન એજન્સીના જણાવ્યા અનુસાર ભૂકંપ સ્થાનિક સમય અનુસાર રાત્રે 10:27 કલાકે આવ્યો હતો. આ પહેલા 20 ફેબ્રુઆરીએ જાપાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

તુર્કીમાં પૃથ્વી ફરી ધ્રૂજી

બીજી તરફ તુર્કીમાં શનિવારે ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 5.5 માપવામાં આવી હતી. યુરોપિયન-મેડિટેરેનિયન સિસ્મોલોજીકલ સેન્ટરે જણાવ્યું હતું કે, “ભૂકંપનું કેન્દ્ર 10 કિલોમીટરની ઊંડાઈએ હતું. 6 ફેબ્રુઆરીએ આવેલા ભૂકંપના 3 આફ્ટરશોક્સમાં લગભગ 48 હજાર લોકોના મોત થયા હતા.

ગઈ કાલે પાકિસ્તાનની ધરતી હચમચી ગઈ

અગાઉ ગઈકાલે એટલે કે શુક્રવારે પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અહીં સવારે 6 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.9 માપવામાં આવી હતી. સ્થાનિક મીડિયા અનુસાર, આ ભૂકંપને કારણે કોઈ જાન-માલનું નુકસાન થયું નથી.

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular