Tuesday, July 8, 2025
Google search engine
HomeNewsNationalG-20 સમિટ : PM મોદીના સંબોધન દરમિયાન નેમપ્લેટ પર ‘ભારત’ લખેલું જોવા...

G-20 સમિટ : PM મોદીના સંબોધન દરમિયાન નેમપ્લેટ પર ‘ભારત’ લખેલું જોવા મળ્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીના પ્રગતિ મેદાનમાં ભારત મંડપ ખાતે ચાલી રહેલી G-20 સમિટમાં ઉદ્ઘાટન ભાષણ આપ્યું હતું . આ દરમિયાન તેમની સામે મૂકવામાં આવેલી પ્લેટ પર ભારત લખેલું હતું. આ દિવસોમાં, દેશમાં ઈન્ડિયા vs ભારતને લઈને જોરદાર ચર્ચા ચાલી રહી છે અને અટકળો લગાવવામાં આવી રહી છે કે ઈન્ડિયાનું નામ બદલીને ભારત કરવામાં આવી શકે છે. આ સાથે ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ પણ સોશિયલ મીડિયા સાઈટ X પર આ અંગે પ્રતિક્રિયા આપી છે. તેણે લખ્યું, “આશા અને વિશ્વાસનું નવું નામ – ભારત.” હકીકતમાં જ્યારે કોઈ દેશની સત્તાવાર મીટિંગ હોય છે, ત્યારે તેના પ્રતિનિધિની આગળ પ્લેટ પર તે દેશનું નામ પણ લખવામાં આવે છે, જે દર્શાવે છે કે મીટિંગમાં હાજર વ્યક્તિ તે દેશનું પ્રતિનિધિત્વ કરી રહી છે.

G-20 સમિટની બેઠકમાં PM મોદીની સામે મૂકવામાં આવેલી પ્લેટ પર ભારતને બદલે અંગ્રેજીમાં BHARAT લખેલું જોવા મળ્યું હતું. આવી સ્થિતિમાં દેશનું નામ બદલવાની અફવાઓ સાચી છે કે કેમ તે અંગે ફરી એકવાર ચર્ચાએ જોર પકડ્યું છે. જો કે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular