Friday, May 23, 2025
Google search engine
HomeNewsNationalજાસૂસીના આરોપમાં DRDO વૈજ્ઞાનિકની ધરપકડ, પાકિસ્તાની એજન્ટને આપતો હતો ગુપ્ત માહિતી

જાસૂસીના આરોપમાં DRDO વૈજ્ઞાનિકની ધરપકડ, પાકિસ્તાની એજન્ટને આપતો હતો ગુપ્ત માહિતી

સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO)ના વૈજ્ઞાનિકની પુણેમાં ધરપકડ કરવામાં આવી છે. તેના પર પાકિસ્તાની એજન્ટ સાથે માહિતી આપવાનો આરોપ છે. આતંકવાદ વિરોધી ટુકડી (ATS) એ કહ્યું કે DRDO વૈજ્ઞાનિકની જાસૂસીના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. આ વૈજ્ઞાનિક પુણેમાં ડીઆરડીઓ શાખામાં કામ કરતો હતો. તપાસમાં વોટ્સએપ મેસેજ, વોઈસ કોલ, વીડિયો અને સોશિયલ મીડિયા દ્વારા પાકિસ્તાનની ગુપ્તચર એજન્સીના ઓપરેટિવ્સ સાથેના સંપર્કો બહાર આવ્યા હતા.

ATSએ કહ્યું કે જવાબદાર પદ પર હોવા છતાં DRDO અધિકારીએ પોતાના પદનો દુરુપયોગ કર્યો. તેમણે સંવેદનશીલ સરકારી માહિતી લીક કરીને પોતાની જવાબદારીઓ અને દેશની સુરક્ષા સાથે ચેડા કર્યા હતા. જો આવી માહિતી દુશ્મન રાષ્ટ્રના હાથમાં આવી જાય તો તે ભારતની સુરક્ષા માટે ખતરો બની શકે છે. મહારાષ્ટ્ર પોલીસની એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ કાલાચોકી મુંબઈએ ઓફિશિયલ સિક્રેટ એક્ટ 1923ની કલમ 1923 અને અન્ય સંબંધિત કલમો હેઠળ કેસ નોંધ્યો છે. વધુ તપાસ તપાસનીશ અધિકારી કરી રહ્યા છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular