Monday, May 26, 2025
Google search engine
HomeNewsGujaratધૂળેટી પર્વની ઉજવણી વચ્ચે એક વિનમ્ર વિનંતી

ધૂળેટી પર્વની ઉજવણી વચ્ચે એક વિનમ્ર વિનંતી

અમદાવાદ: હોળીની પરંપરાગત રીતે ઉજવણીમાં ઘણીવાર પાઉડર રંગોનો ઉપયોગ કરવામાં આવે છે, જે પ્રાણીઓને પીવામાં આવે અથવા તેની આંખો કે ચામડીના સંપર્કમાં આવે તો તેમના માટે હાનિકારક હોઈ શકે છે. હ્યુમન સોસાયટી ઈન્ટરનેશનલ/ઈન્ડિયા કે જે સમગ્ર ભારતમાં પ્રાણી સંરક્ષણ માટે કાર્યરત સંસ્થા છે. તેણે આ હોળીના પર્વ પર નાગરિકોને કરૂણા દાખવવા અને એનિમલ-ફ્રેન્ડલી હોળીની ઉજવણી કરવા માટે અપીલ કરી છે.

હ્યુમન સોસાયટી ઈન્ટરનેશનલ/ઈન્ડિયાના વરિષ્ઠ નિર્દેશક, કેરેન નાઝરેથનું આ અંગે કહેવું છે, “હોળીના તહેવારની ઉજવણી કરવાની સાથે, આપણે યાદ રાખવું જોઈએ કે આપણી મજા પ્રાણીઓ માટે સજા ન થઈ જાય. જો હોળીની જવાબદારીપૂર્વક ઉજવણી કરવામાં આવે તો તે દરેક માટે આનંદદાયક બની શકે છે. કોઈપણ વ્યક્તિએ પોતાના મનોરંજન માટે પ્રાણીઓને રંગવા ન જોઈએ. આપણે સાથે મળીને એવી હોળીની ઉજવણી કરવી જોઈએ કે જેમાં આપણી આસપાસના પ્રાણીઓ કે પક્ષીઓને નુક્સાન ન થાય.
આ માટે હ્યુમન સોસાયટી ઈન્ટરનેશનલ/ઈન્ડિયા કેટલીક ટિપ્સ પણ આપે છે.

પ્રાણીઓને રંગો નહીં: પ્રાણીઓને રંગીન પાણી અથવા કેમિકલવાળા પાવડર કલર્સથી તકલીફ થાય છે. સામાન્ય રીતે હોળી રમવા માટે ઉપયોગમાં લેવાતા રંગો આર્ટિફિશિયલ રંગો હોય છે જેમાં એવા ઘટકો હોય છે જે સંભવિત રીતે ઝેરી હોય છે અને તે માણસો અને પ્રાણીઓમાં સ્કિન એલર્જી કરી શકે છે. સૂકાં પાવડરમાં સીસું હોય છે જે શરીરમાં ઝેર તરીકે જમા થાય છે. પાવડરને શ્વાસમાં લેવાથી નાકમાં બળતરા થઈ શકે છે અને શ્વસનતંત્રમાં પણ ચેપ થઈ શકે છે. કૂતરા અને અન્ય પ્રાણીઓ પોતાની જાતને સાફ કરવા માટે તેમના શરીરને ચાટતા હોય છે. આમ તેઓ અજાણતા હોળીના રંગોનું સેવન કરે છે અને ઘણી વાર આ ઝેરનું મુખ્ય સ્ત્રોત બની જાય છે.

બાળકોને જવાબદારીપૂર્વક હોળી રમવાનું શીખવો: બાળકો હોળીના રંગો અને રંગીન પાણી જોઈને રોમાંચિત થઈ જાય છે. બાળકોને પ્રાણીઓની સંભાળ વિશે શીખવવું જોઈએ. તેઓ ઉત્સાહમાં આવીને આકસ્મિક રીતે પ્રાણીઓને તકલીફ ન પહોંચાડે તે વાતનું ધ્યાન રાખવું જોઈએ. પ્રાણીઓ પાણીના ફુગ્ગાથી ગભરાઈ જાય છે, તેથી બાળકોને પાણીના ફુગ્ગા ફેંકવાથી રોકો.

હોળીના રંગો કાઢવા માટે ક્યારેય કેરોસીન અથવા સ્પિરિટનો ઉપયોગ ન કરો: શેરીના કૂતરા અથવા તો અન્ય કોઈ પ્રાણી પર હોળીના રંગો લાગી ગયા હોય. તો તેને લાઇટ પેટ શેમ્પૂથી હળવા હાથે ધોઈ લેવા. તેને દૂર કરવા માટે ક્યારેય કેરોસીન અથવા સ્પિરિટનો ઉપયોગ ન કરો. જો કૂતરાને પાણીના ફુગ્ગાથી મોઢા પર વાગ્યું હોય અથવા તેની આંખો, નાક કે મોઢામાં રંગો ગયા હોય તો શક્ય તેટલી વહેલી તકે પશુચિકિત્સક પાસે લઈ જાઓ.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular