Saturday, May 17, 2025
Google search engine
HomeNewsEntertainmentદિલજીત કેટલાક ગીત નહીં ગાઈ શકે કોન્સર્ટમાં, તેલંગણા સરકારે મોકલી નોટિસ

દિલજીત કેટલાક ગીત નહીં ગાઈ શકે કોન્સર્ટમાં, તેલંગણા સરકારે મોકલી નોટિસ

મુંબઈ: પ્રખ્યાત પંજાબી ગાયક દિલજીત દોસાંઝ દેશ-વિદેશમાં મ્યુઝિક કોન્સર્ટ કરે છે. તેના લાઈવ શોને લઈને અવારનવાર વિવાદો જોવા મળે છે. 15 નવેમ્બર, શુક્રવારે હૈદરાબાદમાં દિલજીતનો કોન્સર્ટ યોજાવા જઈ રહ્યો છે, પરંતુ તે પહેલા તેલંગણા સરકાર દ્વારા આયોજકોને નોટિસ મોકલીને તેમને સૂચના આપવામાં આવી છે. શા માટે આ નોટિસ મોકલવામાં આવી છે? શું છે સમગ્ર મામલો?જાણો.

પંજાબી ગીતોમાં શરાબ અને પાર્ટીની ખુબ વાતો હોય છે. કહેવાય છે કે તેની અસર યુવાનો પર પણ જોવા મળી રહી છે. દરેક વ્યક્તિ દિલજીત દોસાંજના ગીતો સાંભળે છે અને ચાહકો તેના લાઇવ કોન્સર્ટમાં જવા માટે ઉત્સાહિત છે. શુક્રવારે હૈદરાબાદમાં ગાયકનો લાઈવ શો યોજાવા જઈ રહ્યો છે, જેને લઈને તેલંગાણા સરકારે દારૂનો પ્રચાર કરતા ગીતો પર પ્રતિબંધ લગાવતી નોટિસ જાહેર કરી છે.

તેલંગણા સરકાર દ્વારા મોકલવામાં આવેલી નોટિસમાં દિલજીત દોસાંજને હિંસા, ડ્રગ્સ અને આલ્કોહોલને પ્રોત્સાહન આપતા ગીતો ન ગાવાની સૂચના આપવામાં આવી છે. નોટિસ મુજબ કોન્સર્ટમાં બાળકોને સ્ટેજ પર લાવવાથી પણ અટકાવવામાં આવ્યા છે. જેથી તે બાળકોને ઉચ્ચ અવાજના સ્તરોથી બચાવવામાં ઘણી હદ સુધી મદદ કરે છે. વાસ્તવમાં, WHO માર્ગદર્શિકા જણાવે છે કે ખૂબ મોટો અવાજ બાળકો માટે સલામત નથી.

નોટિસમાં આપેલા જૂના શોના પુરાવા

ન્યૂઝ એજન્સી ANIના રિપોર્ટ અનુસાર નોટિસમાં પંજાબી સિંગર દિલજીતના જૂના કોન્સર્ટના વીડિયોના પુરાવા પણ આપવામાં આવ્યા છે. જેમાં તેને લાઈવ શોમાં પંજ તારા, પટિયાલા પેગ જેવા ગીતો ગાતા બતાવવામાં આવ્યા છે. તેલંગણા સરકાર દિલજીત દોસાંજના શો અને તેને લગતા વિવાદોને લઈને સતર્ક હોય તેવું લાગી રહ્યું છે.

દિલ્હી કોન્સર્ટ બાદ દિલજીતને ટ્રોલ કરવામાં આવ્યો
પોતાના પંજાબી ગીતોથી લોકોના દિલ પર રાજ કરનાર દિલજીત દોસાંજના કોન્સર્ટને લઈને સતત વિવાદ ચાલી રહ્યો છે. ઓક્ટોબરમાં દિલ્હીના જવાહરલાલ નેહરુ સ્ટેડિયમમાં તેમનો લાઈવ શો યોજાયો હતો, ત્યારબાદ ત્યાં ગંદકીના ઢગલા હેડલાઈન્સ બન્યા હતા. સ્ટેડિયમમાં દારૂ અને પાણીની બોટલો પડી હતી. સિંગર અને તેની આખી ટીમને યોગ્ય રીતે મેનેજ ન કરવા બદલ ટ્રોલ કરવામાં આવી હતી.

દિલજીત એક આંતરરાષ્ટ્રીય સ્ટાર
દિલજીત દોસાંઝે પોતાની જાતને આંતરરાષ્ટ્રીય સ્ટાર તરીકે સ્થાપિત કરી છે. પંજાબી ઈન્ડસ્ટ્રીમાં અજાયબી કર્યા બાદ તેણે હિન્દી સિનેમામાં પણ પોતાની પ્રતિભા બતાવી. એક્ટિંગ સિવાય દિલજીત તેના ગીતો અને લાઈવ પરફોર્મન્સ માટે હંમેશા હેડલાઈન્સમાં રહે છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular