Tuesday, July 15, 2025
Google search engine
HomeNewsEntertainmentકોણ છે બૉલિવૂડનો પહેલો આઈટમ બૉય?

કોણ છે બૉલિવૂડનો પહેલો આઈટમ બૉય?

‘મુન્ની બદનામ હુઈ’, ‘બીડી જલાઈ લે’ હવે બોલિવૂડમાં આઈટમ સોંગ્સનો ટ્રેન્ડ જૂનો થઈ ગયો છે. હવે લગભગ દરેક બીજી બોલિવૂડ ફિલ્મમાં આઈટમ સોંગ હોય છે. ઘણી અભિનેત્રીઓએ એટલા બધા આઈટમ સોંગ્સ કર્યા છે કે તેમને ‘આઈટમ ગર્લ્સ’નો ટેગ આપવામાં આવ્યો. આ અભિનેત્રીઓના આઈટમ ગીતો પર લોકો ખૂબ નાચ્યા છે. એવી ઘણી સુંદરીઓ છે જેમણે પોતાના આઈટમ સોંગ્સથી ફિલ્મોમાં આકર્ષણ જમાવ્યું છે. મોટાભાગના લોકો આઈટમ ગર્લ્સ વિશે જાણે છે, પરંતુ શું તમે બોલિવૂડના પહેલા આઈટમ બોય વિશે જાણો છો? બોલિવૂડને આ આઈટમ બોય ક્યારે અને કઈ ફિલ્મથી મળ્યો અને એ કોણ છે?

બોલિવૂડનો પહેલો આઈટમ બોય કોણ છે?

વાસ્તવમાં, જ્યારે પણ બોલિવૂડના આઈટમ બોય્સની વાત થાય છે, ત્યારે મોટાભાગના લોકોના મગજમાં રિતિક રોશન, શાહિદ કપૂર જેવા સ્ટાર્સનું નામ આવે છે, કારણ કે તેમની ગણતરી ઈન્ડસ્ટ્રીના સૌથી બ્રિલિયન્ટ ડાન્સર્સમાં થાય છે. પરંતુ તમને જણાવી દઈએ કે હૃતિક, શાહિદ કે સલમાન બોલિવૂડના પહેલા આઈટમ બોય નથી. બોલિવૂડનો પહેલો આઈટમ બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાન છે, જેણે વર્ષ 2023માં 2 બ્લોકબસ્ટર અને 1 સુપરહિટ ફિલ્મ આપી હતી, જે હાલમાં IPL 2024માં તેની ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સની શાનદાર જીતની ઉજવણી કરી રહ્યા છે.

શાહરૂખે આઈટમ નંબર માટે હા પાડી

શાહરૂખ ખાન એવા પહેલા મેઈનસ્ટ્રીમ મેલ એક્ટર છે, જેણે કોઈ ફિલ્મમાં તો કામ નહોતુ કર્યું, પરંતુ આઈટમ સોંગ કરતા જોવા મળ્યા હતા. એ દિવસોમાં જ્યાં મોટા ભાગના બોલિવૂડ સ્ટાર્સ ફિલ્મોમાં કેમિયો પૂરતા મર્યાદિત હતા, શાહરૂખ ખાને એક આઈટમ સોન્ગ માટે હા પાડીને બધાને ચોંકાવી દીધા હતા. હવે તમે વિચારતા હશો કે તે કઈ ફિલ્મ અને કયું ગીત હતું જેમાં શાહરૂખ ખાને આઈટમ સોન્ગ કર્યુ હતું, અમે તમને એ પણ જણાવી દઈએ.

ગ્લેમર ફેક્ટરને કારણે આઈટમ નંબર આપવામાં આવ્યો

શાહરૂખ ખાને તે ‘આઇટમ સોન્ગ’ તેના ગ્લેમર ફેક્ટર માટે મેળવ્યો હતો, જેનો આ ફિલ્મ સાથે કોઈ સંબંધ નહોતો. આ ફિલ્મ હોરર-સસ્પેન્સ અને રોમાંચથી ભરેલી ‘કાલ’ હતી, જે 2005માં રિલીઝ થઈ હતી. શાહરૂખ ખાન આ દિવસોમાં હિન્દી સિનેમા પર પ્રભુત્વ જમાવી રહ્યા હતા. કરણ જોહર દ્વારા નિર્મિત ‘કાલ ધમાલ’ ગીતમાં શાહરૂખ ખાને આઈટમ સોન્ગ કર્યું હતું. આ ગીતમાં શાહરૂખ સાથે મલાઈકા અરોરા પણ જોવા મળી હતી. આ સુપરહિટ ગીતને કુણાલ ગાંજાવાલાએ અવાજ આપ્યો છે.

શાહરૂખે ફી લીધી ન હતી

ખાસ વાત એ છે કે આ આઈટમ સોન્ગ માટે શાહરૂખે એક રૂપિયો પણ લીધો નહોતો. તેનું કારણ તેની કરણ સાથેની મિત્રતા હતી. જ્યારે આ ગીત રિલીઝ થયું ત્યારે એટલું હિટ થયું કે આઈટમ સોંગ્સમાં પણ પુરુષ કલાકારોને દર્શાવવાનો ટ્રેન્ડ શરૂ થયો. બીજી તરફ જો ‘કાલ’ની વાત કરીએ તો આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કમાલ કરી શકી નથી. અજય દેવગન, જ્હોન અબ્રાહમ, વિવેક ઓબેરોય, લારા દત્તા અને એશા દેઓલ અભિનીત આ ફિલ્મે બોક્સ ઓફિસ પર સરેરાશ પ્રદર્શન કર્યું હતું અને તે માત્ર રૂ. 28 કરોડનું કલેક્શન કરી શકી હતી. શાહરૂખના આ આઈટમ સોંગ પછી ઘણા પુરૂષ સ્ટાર્સ આઈટમ નંબર કરતા જોવા મળ્યા હતા.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular