Friday, May 23, 2025
Google search engine
HomeNewsGujaratડાકોર મંદિરમાં VIP દર્શનના નિર્ણયથી ભક્તો થયા નારાજ, આપી આંદોલનની ચીમકી

ડાકોર મંદિરમાં VIP દર્શનના નિર્ણયથી ભક્તો થયા નારાજ, આપી આંદોલનની ચીમકી

ગુજરાતના લોકપ્રિય તીર્થધામોમાં દર્શન માટે દેશના અન્ય મોટા મંદિરોની જેમ VIP કલ્ચર ન હતું પરંતુ ડાકોર મંદિર કમિટીને પણ જાણે દર્શનની સગવડ કરી આપી ‘કમાણીનો લૂણો’ લાગ્યો હોય તેમ આ મંદિરમાં કિર્તનની જાળીમાંથી રણછોડરાયના દર્શન માટે VIP વ્યવસ્થા ઊભી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે આ નિર્ણયને લઈને શ્રદ્ધાળુઓમાં આક્રોશ ફેલાયો છે.ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર રણછોડરાયજી મંદિરમાં હવે VIP દર્શનનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં હવે ભક્તોએ ભગવાનના નજીકથી દર્શન કરવાં માટે પૈસા ચૂકવવા પડશે.ત્યારે ડાકોર મંદિરમાં VIP કલ્ચરને લઈને ભક્તોમાં રોષ જોવા મળી રહ્યો છે.ડાકોર ટેમ્પલ કમિટીના આ નિર્ણયનો જોરશોરથી વિરોધ કરવામાં આવી રહ્યો છે.

હિન્દુ સંગઠને ઉચ્ચારી આંદોલનની ચીમકી

આજે હિન્દુ સંગઠનો અને ઠાસરા તાલુકાના સરપંચ એસોસિએશન દ્વારા VIP દર્શનના નિર્ણયનો મંદિરમાં ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. આગેવાનોએ ભગવાન તો પ્રેમના ભૂખ્યા તમે પૈસાના ભૂખ્યા’ના નારા લગાવી આ નિર્ણયનો ઉગ્ર વિરોધ કર્યો હતો. અને હિન્દુ સંગઠનો અને ઠાસરા તાલુકાના સરપંચ એસોસિએશન દ્વારા મંદિરના મેનેજરને આવેદન પત્ર અપાયું હતું. આ સાથે જો નિર્ણયને પાછો નહીં લેવામાં આવે તો હિન્દુ સંગઠને ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી.

ડાકોર રણછોડરાયજી મંદિરમાં હવે VIP દર્શનનો નિર્ણય

ડાકોર મંદિરની વ્યવસ્થાપક સમિતિએ લીધેલા નિર્ણય મુજબ, ‘અહીં આવનારા શ્રધ્ધાળુઓમાં પુરુષો જો રૂ. 500 ચૂકવે અને સ્ત્રીઓ રૂ. 250 ચૂકવે તો તેમને સીધા જ કિર્તનની જાળીમાંથી દર્શનનો લાભ મળશે. અને ૨કમ ચૂકવનારા લોકો સાથે આવનારા 12 વર્ષથી નીચેના બાળકો પાસેથી કોઈ પણ ચાર્જ નહીં વસૂલાય. પરંતુ જે દર્શનાથીઓ આ વ્યવસ્થાનો લાભ લઈ શકે તેમ ન હોય તેમણે તો નિયમિત વ્યવસ્થા મુજબ લાઈનમાં જ ઊભા રહેવું પડશે.

ટેમ્પલ કમિટીના નિર્ણય સામે આક્રોશ

ટેમ્પલ કમિટીના નિર્ણય સામે આક્રોશ ફેલાયો છે. કેટલાક લોકો વીઆઇપી દર્શનનો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે. તેઓનું કહેવું છે કે “ડાકોરમાં દિવસેને દિવસે શ્રધ્ધાળુઓની અવરજવર વધે છે એટલે મંદિરના ટ્રસ્ટી આવક ઉભી કરવા VIP દર્શન માટે અલગ વ્યવસ્થા કરી ચાર્જ વસુલવાનો નિયમ બનાવ્યો છે તો શું આ નિયમ યોગ્ય છે? ભગવાન તો ભાવના ભૂખ્યા છે. દર્શન અંદરથી કરો કે બહારથી કરો, કોઈ ફરક પડતો નથી પણ આ તો કમાવા માટેનું સ્ટેપ છે

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular