Thursday, May 22, 2025
Google search engine
HomeNewsNationalદિલ્હી : યુવકો કારમાં યુવતીને 8KM સુધી ઢસેડી જતા દર્દનાક મોત

દિલ્હી : યુવકો કારમાં યુવતીને 8KM સુધી ઢસેડી જતા દર્દનાક મોત

દિલ્હીના કાંઝાવાલામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અકસ્માત પછી 31 ડિસેમ્બર અને 1 જાન્યુઆરીની વચ્ચેની રાત્રે એક યુવતી વાહનની નીચે ફસાઈ ગઈ અને 7-8 કિલોમીટર સુધી ઢસડાઈ. આ ઘટનામાં યુવતીનું મોત થયું હતું. તેના શરીર પરથી તમામ કપડા ફાટી ગયા હતા. બાદમાં યુવતીની લાશ નગ્ન અવસ્થામાં મળી આવી હતી. પોલીસે કારમાં સવાર પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસનું કહેવું છે કે આ મામલો અકસ્માતનો છે. ડીસીપી આઉટરના જણાવ્યા અનુસાર, આઉટર દિલ્હીની પોલીસને વહેલી સવારે માહિતી મળી હતી કે એક વાહનમાં એક લાશ ફસાયેલી છે, આ વાહન કુતુબગઢ તરફ જઈ રહ્યું છે. પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી કારની શોધખોળ શરૂ કરી હતી.

આ દરમિયાન પોલીસને માહિતી મળી કે કાંઝાવાલા વિસ્તારમાં એક યુવતીની નગ્ન લાશ રોડ પર પડી છે. ક્રાઈમ ટીમને સ્થળ પર બોલાવવામાં આવી હતી અને ફોરેન્સિક પુરાવા પણ એકત્રિત કરવામાં આવ્યા હતા. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પોલીસે કારની શોધખોળ શરૂ કરી તો સુલતાનપુરીમાં કાર ક્ષતિગ્રસ્ત હાલતમાં મળી આવી હતી. તે જ સમયે પોલીસને એક સ્કૂટી પણ મળી હતી જે અકસ્માતનો ભોગ બની હતી. પોલીસના જણાવ્યા અનુસાર, માહિતી મળ્યા બાદ જાણવા મળ્યું કે અકસ્માત બાદ સ્કૂટી પર સવાર એક યુવતી વાહનના પૈડામાં ફસાઈ ગઈ હતી અને વાહન તેને ઘણું દૂર સુધી ખેંચી ગયું હતું.

કપડાં ફાટી ગયા

આ ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં મૃતદેહ નગ્ન અવસ્થામાં મળી આવ્યો છે. આવી સ્થિતિમાં પોલીસ તમામ પાસાઓ પર તપાસ કરી રહી છે. પ્રાથમિક જાણકારી પોલીસે આ મામલાને અકસ્માત ગણાવ્યો છે. તપાસમાં જાણવા મળ્યું કે અકસ્માત બાદ યુવતી કાર દ્વારા ખેંચાઈ જતા ઘણી દૂર ગઈ, જેના કારણે તેના કપડા ફાટી ગયા.

કામ પરથી ઘરે પરત ફરતી છોકરી

મુરથલ સોનીપતથી મંગોલપુરીમાં પોતાના ઘરે પરત ફરી રહેલા આરોપી છોકરાઓ નશાની હાલતમાં હતા જ્યારે તેમની છોકરીની સ્કૂટી સુલતાનપુરી પાસે અથડાઈ હતી. આ પછી છોકરી કારની નીચે ફસાઈ ગઈ અને આરોપી છોકરાઓ તેને 7-8 કિલોમીટર સુધી ખેંચતા રહ્યા.

કાંઝાવાલાના જોન્ટી ગામ પાસે કારની નીચે બાળકીની લાશ ફસાયેલી જોઈને કોઈ રાહદારે પોલીસને ફોન કર્યો હતો. જાણવા મળ્યા મુજબ આ યુવતી મોડી રાત્રે એક ખાનગી ફંકશનમાં વેલકમ ગર્લ તરીકે કામ કરીને ઘરે પરત ફરી રહી હતી. તે દરમિયાન તેની સાથે અકસ્માત થયો હતો. હાલ વાહન ચલાવનાર આરોપી અમિત, તેની સામે બેઠેલા કાલુ સહિત અન્ય ત્રણ યુવકોની પોલીસે ધરપકડ કરી છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular