Thursday, May 15, 2025
Google search engine
HomeNewsEntertainmentPICS: મુંબઈ એરપોર્ટ પર દીકરી દુઆ સાથે જોવા મળી દિપીકા

PICS: મુંબઈ એરપોર્ટ પર દીકરી દુઆ સાથે જોવા મળી દિપીકા

મુંબઈ: દીપિકા પાદુકોણ તાજેતરમાં જ બેંગલુરુમાં દિલજીત દોસાંજના કોન્સર્ટમાં જોવા મળી હતી. બેંગલુરુમાં તેના માતા-પિતાના ઘરે થોડા દિવસો રહ્યા બાદ દીપિકા સોમવારે મુંબઈ પરત ફરી છે. દીપિકા જ્યારે બેંગલુરુથી મુંબઈ પાછી આવી ત્યારે તે એરપોર્ટ પર દીકરીને લઈને જતી જોવા મળી હતી. દીપિકાએ દુઆને ખોળામાં પકડી હોય તેવી તસવીરો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે.

દીપિકાના એરપોર્ટ લુકની પણ ચર્ચા થઈ રહી છે. તેણે રેડ કલરનો ડ્રેસ પહેર્યો હતો. તેણે દુઆને પોતાના ખોળામાં એવી રીતે પકડી રાખી હતી કે તેનો ચહેરો પાપરાઝીને દેખાય નહિં. દીકરીને ખોળામાં લઈને એરપોર્ટ બહાર આવીને દીપિકા સીધી પોતાની કારમાં બેસી ગઈ હતી. તેણે પાપારાઝી માટે પોઝ આપ્યો ન હતો. દીપિકાની આ તસવીરો વાયરલ થઈ રહી છે. જેના પર લોકો ઘણી કોમેન્ટ કરી રહ્યા છે.દીપિકાએ 8મી સપ્ટેમ્બરના રોજ એક પુત્રીને જન્મ આપ્યો હતો. તેણે હાલમાં અભિનયમાંથી બ્રેક લીધો છે અને તે માત્ર પુત્રીના ઉછેર પર ધ્યાન આપી રહી છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular