Thursday, May 15, 2025
Google search engine
HomeNewsEntertainmentનકલી બેબી બમ્પની અફવા ફેલાવનારને દીપિકા-રણવીરનો સચોટ જવાબ

નકલી બેબી બમ્પની અફવા ફેલાવનારને દીપિકા-રણવીરનો સચોટ જવાબ

મુંબઈ: બોલિવૂડના પાવર કપલ અને ટૂંક સમયમાં પેરેન્ટ બનવા જઈ રહ્યા છે, રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે તેમના પ્રથમ બાળકના સ્વાગત માટે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. ત્યારે આ ફેમસ કપલે તેમનું અદભૂત અને સુંદર મેટરનીટી ફોટોશૂટ શેર કર્યું છે જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. દીપિકા-રણવીરની ખૂબ જ સુંદર કેમેસ્ટ્રી તેમના પ્રથમ મેટરનીટી શૂટમાં પણ જોવા મળી શકે છે. આ ફોટોશૂટની સાથે અભિનેત્રી દીપિકા પાદુકોણે પણ તેના ફેક બેબી બમ્પની અફવાઓ કરનારને સચોટ જવાબ આપ્યો છે.

દીપિકા પાદુકોણ-રણવીર સિંહનું મેટરનિટી શૂટ

બોલિવૂડ સ્ટાર્સ અને સેલિબ્રિટી કપલ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે તાજેતરમાં જ તેમના પ્રેગ્નન્સી ફોટોશૂટની ઘણી તસવીરો શેર કરી છે. બ્લેક એન્ડ વ્હાઇટ તસવીરોમાં આ કપલ ખૂબ જ સુંદર લાગે છે. મેટરનિટી શૂટમાં દીપિકા બ્લેક બ્રેલેટ અને ઓપન કાર્ડિગનમાં ખૂબ જ સુંદર દેખાઈ રહી છે. ફોટોશૂટની ઘણી તસવીરોમાં તે ટ્રાન્સપેરેન્ટ બ્લેક ડ્રેસ અને બ્લેક બોડીકોન પહેરેલી જોઈ શકાય છે, જ્યારે રણવીર સિંહ ટી-શર્ટ અને જીન્સમાં કેઝ્યુઅલ લુકમાં જોવા મળે છે.

દીપિકા પાદુકોણનો નકલી બેબી બમ્પ?
રણવીર સિંહ અને દીપિકા પાદુકોણના મેટરનિટી શૂટના કોમેન્ટ બોક્સમાં લોકો તેમને અભિનંદન આપી રહ્યા છે અને તેમના પર ઘણો પ્રેમ વરસાવતા જોવા મળે છે. આ કપલના પ્રથમ બાળકનો જન્મ આ મહિને થવાની ધારણા છે. આ ફોટોશૂટ સાથે તેમણે એ લોકોને પણ સચોટ જવાબ આપ્યો છે જે દીપિકાના નકલી બેબી બમ્પનો અને ગર્ભાવસ્થા ખોટી હોવાનો દાવો કરી રહ્યા હતા.

દીપિકા અને રણવીરની આગામી ફિલ્મ
દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે 2018માં ઈટાલીમાં લગ્ન કર્યા હતા. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો દીપિકા છેલ્લે ‘કલ્કી 2898 એડી’માં જોવા મળી હતી. જ્યારે રણવીર સિંહ કરણ જોહરની ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’માં જોવા મળ્યો હતો. આ કપલની આગામી ફિલ્મ
‘સિંઘમ અગેઇન’ છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular