Monday, May 19, 2025
Google search engine
HomeNewsGujaratવાવાઝોડું : પોરબંદરનો દરિયો બન્યો ગાંડોતુર, દરિયા કિનારે કલમ 144 લાગુ કરાઈ

વાવાઝોડું : પોરબંદરનો દરિયો બન્યો ગાંડોતુર, દરિયા કિનારે કલમ 144 લાગુ કરાઈ

બિપરજોય વાવાઝોડું આજ સવારથી અરબી સમુદ્રમાં આક્રમક બનતા વહીવટી તંત્ર એલર્ટ થઈ ગયું છે. આ વાવાઝોડું પોરબંદરથી આશરે 400 કિમી દૂર છે. જો કે બિપોરજોય વાવાઝોડાએ ફરી પોતાની દિશા બદલી છે. હવે આ વાવાઝોડું દિશા બદલીને ગુજરાત તરફ ફંટાયું છે. બિપોરજોય વાવાઝોડું કચ્છના દરિયાકાંઠે ટકરાય તેવી શક્યતા છે. જો કે હજુ સુધી તેની અસર પોરબંદરના દરીયા કિનારે અત્યારે જોવા મળી રહી છે. સાંજે 5 વાગ્યા બાદ દરિયામાં કરંટ જોવા મળ્યો છે અને 20 ફૂટ જેટલા ઉંચા મોજા ઉછળ્યા છે. આ ઉપરાંત જિલ્લા કલેક્ટરે સાવચેતીના ભાગરૂપે દરિયાકાંઠે કલમ 144 લાગુ પાડી દેવામાં આવી છે. જેના કારણે કાંઠે અને ચોપાટી જવા ઉપર લોકો માટે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

આ તમામ મંત્રીઓને સોપાઈ જવાબદારી

કચ્છ જિલ્લામાં મંત્રી ઋષિકેશ પટેલ, મોરબીમાં કનુભાઈ દેસાઈ, રાજકોટ જિલ્લામાં રાઘવજી પટેલ, પોરબંદર માં કુવરજી બાવળિયા તેમજ જામનગર જિલ્લા માં મુળુભાઇ બેરા અને દેવભૂમિ દ્વારકામાં હર્ષ સંઘવી, જૂનાગઢ જિલ્લા માટે જગદીશ વિશ્વકર્મા અને ગીર સોમનાથ માટે પરસોત્તમ સોલંકી ને જવાબદારી સોંપવામાં આવી છે. આ બધા જ મંત્રીશ્રીઓ ને તેમને સોંપાયેલા જિલ્લાઓમાં પહોંચવાની સૂચનાઓ પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપી છે.

બંદરો પર 4 નંબરનું સિગ્નલ લગાવાયું

વાવાઝોડાની આગાહીને પગલે રાજ્યના બંદરો પર 2 નંબરનું સિગ્નલ હટાવીને 4 નંબરનું સિગ્નલ લગાવાયું છે. તમામ બંદરો 4 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. બંદર પર લાંગરવામાં આવેલી તમામ બોટને સલામત સ્થળે ખસેડાઈ છે. માછીમારોને દરિયો ન ખેડવાની તંત્રએ સૂચના આપી છે. કાંઠા વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. વાવાઝોડાની અસરને પગલે દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular