Sunday, May 18, 2025
Google search engine
HomeNewsInternationalવિનેશની સિલ્વર મેડલની આશા હજુ જીવંત, CAS આજે કરશે નિર્ણય

વિનેશની સિલ્વર મેડલની આશા હજુ જીવંત, CAS આજે કરશે નિર્ણય

પેરિસ: વિનેશ ફોગાટે આજે કુશ્તીમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકીને આ માહિતી આપી હતી. તેના આ નિર્ણય પહેલા આજે મેડલ અંગે પણ સુનાવણી થવાની છે. આવી સ્થિતિમાં ભારત માટે હજુ મેડલની આશા જીવંત છે. આ મુદ્દે CAS (કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ) આજે તેનો ચુકાદો આપશે. ખરેખર પેરિસ ઓલિમ્પિકમાં વિનેશની સિલ્વરની આશા હજુ પણ જીવંત છે.વિનશે પોતાને અયોગ્ય જાહેર કરવાના નિર્ણયને પડકાર્યો છે.

વિનેશ ફોગાટે કહ્યું છે કે મને સંયુક્ત સિલ્વર મેડલ આપવો જોઈએ. આ સાથે વિનેશે ફાઈનલ મેચ રમવાની પરવાનગી પણ માંગી હતી, જે ફગાવી દેવામાં આવી હતી. હવે વિનેશની સિલ્વર મેડલની માંગ પર નિર્ણય લેવાનો બાકી છે. CASએ પોતાનો અંતિમ નિર્ણય આપવા માટે ગુરુવાર સવાર સુધીનો સમય માંગ્યો હતો. સ્પોર્ટ્સ અફેર્સ કોર્ટ લગભગ 11:30 વાગ્યે પોતાનો ચુકાદો આપશે. જો CAS વિનેશની તરફેણમાં ચુકાદો આપે તો IOCએ સંયુક્ત રીતે વિનેશને સિલ્વર મેડલ આપવો પડશે. એટલે કે 50 કિલોગ્રામ મહિલા કુશ્તીની ફાઈનલ મેચમાં હારેલી કુસ્તીબાજની સાથે વિનેશે પણ સંયુક્ત રીતે સિલ્વર મેડલ મળશે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular