Friday, May 16, 2025
Google search engine
HomeNewsEntertainmentલાફ્ટર ક્વીન ભારતી સિંહ હોસ્પિટલમાં દાખલ, જાણો અચાનક શું થયું?

લાફ્ટર ક્વીન ભારતી સિંહ હોસ્પિટલમાં દાખલ, જાણો અચાનક શું થયું?

મુંબઈ: ટેલિવિઝનની લાફ્ટર ક્વીન ભારતી સિંહને આજે કોણ નથી જાણતું? ભારતીએ જમીનથી આકાશ તરફ જવાની સફરને ઘણી મુશ્કેલીઓ સાથે ખેડી છે. પોતાની પ્રોફેશનલ લાઈફ સિવાય ભારતી પોતાની પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં હોય છે. કોમેડિયન પણ તેના ચાહકો સાથે તેના દૈનિક વ્લોગ્સ શેર કરે છે. હવે તાજેતરમાં જ ભારતીએ એક વ્લોગ દ્વારા ખુલાસો કર્યો છે કે તેને હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું.

ભારતીના યુટ્યુબ હેન્ડલ પર ઘણા ફોલોઅર્સ છે, જેમાં તે અવારનવાર તેના પતિ હર્ષ લિમ્બાચીયા સાથે તેના રોજિંદા વીડિયો શેર કરે છે. જોકે, તેના નવા વિડિયોએ તેના ચાહકોને ચિંતામાં મૂકી દીધા કારણ કે ભારતીએ શેર કરેલા વીડિયોમાં તે હોસ્પિટલના રૂમમાં જોવા મળી હી છે અને તેના હાથ પર IV ડ્રિપ હતો.

વ્લોગમાં, ભારતીએ ખુલાસો કર્યો કે તે છેલ્લા કેટલાક દિવસોથી પેટમાં તીવ્ર દુખાવાથી પીડાઈ રહી હતી, પરંતુ તેણે તેને એસિડિટી ગણાવીને નજરઅંદાજ કર્યુ હતું. જો કે, જ્યારે તેણીનો દુખાવો અસહ્ય બન્યો ત્યારે તેણી ડૉક્ટર પાસે ગઈ અને તેને ખબર પડી કે તેણીના પિત્તાશયમાં પથરી છે. તેણે કહ્યું કે હવે તે આ સમસ્યાને દૂર કરવા માટે ઓપરેશન કરાવશે. આ સમાચાર સાંભળીને ભારતીના ચાહકો ખૂબ જ ચિંતિત થઈ ગયા છે અને તેના સારા સ્વાસ્થ્યની કામના કરી રહ્યા છે.

વ્લોગના અંતે ભારતી તેના ચાહકોને કહેતી જોવા મળી હતી કે તે તેના બે વર્ષના પુત્ર ગોલાને કેટલી મિસ કરે છે અને તે તેના ઘરે પરત જવા માંગે છે. આ પછી તે કેમેરા પર રડી પડી અને કહ્યું કે જ્યારથી તેનો દીકરો જન્મ્યો છે ત્યારથી તેણે તેને ક્યારેય રાત્રે એકલો છોડ્યો નથી.

હાસ્ય કલાકારે વધુમાં ઉમેર્યું, “તે મારા રૂમમાં આવે છે અને હું ભગવાનને પ્રાર્થના કરું છું કે કોઈ પણ માતાને તેના બાળકથી દૂર ન રહેવું જોઈએ અને હું તેની પાસે પાછો જવા માંગી છું.”

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular