Monday, July 21, 2025
Google search engine
HomeNewsGujaratCM ભુપેન્દ્ર પટેલે 500 કરોડના વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કર્યું

CM ભુપેન્દ્ર પટેલે 500 કરોડના વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કર્યું

આજરોજ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સુરતમાં રૂપિયા 502.34 કરોડના વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ સાંજે 4.00 વાગ્યે અડાજણના સંજીવકુમાર ઓડિટોરીયમ ખાતે સમારોહ યોજાયુ હતું . મુખ્યમંત્રીએ કરોડ રુપયાના ખર્ચે સુરત મનપા, સુડા અને માર્ગ-મકાન વિભાગના વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કર્યું છે. રૂ.4.09 કરોડના ખર્ચે કતારગામની નગર પ્રાથમિક શાળા ક્રમાંક 176,177 નવનર્મિત શાળા, રૂ.5.68કરોડના ખર્ચે લિંબાયત-ડીંડોલી ખાતે ફર્નીચર અને ઈન્ટીરીયર સહિત અધતન લાઈબ્રેરી, રૂ.71લાખના ખર્ચે વેસુ ખાતે ચિલ્ડ્રન પાર્ક, રૂ.84 લાખના ખર્ચે પાલી, સચિન, કનસાડ ખાતે ગાર્ડન, રૂ.5.39 કરોડના ખર્ચે સરથાણા-સીમાડા ખાતે ફાયર સ્ટેશન તથા ફાયર સ્ટાફ કવાટર્સ, રૂ.1.36 કરોડના ખર્ચે મોટાવરાછા-ઉત્રાણ ખાતે મલ્ટીપર્પઝ કોમ્યુનિટી પ્લોટ ડેવલપ કરવાનું કામ સહિત કુલ રૂ.18.07 કરોડના ખર્ચે છ વિકાસના કામોનું લોકાર્પણ કરાશે. જ્યારે રૂ.4.64 કરોડ ખર્ચે ઉમરવાડા ખાતે આધુનિક વાહન તથા દબાણ ડેપો, રૂ.1 કરોડના ખર્ચે પુણા ખાતે હેલ્થ સેન્ટરની આગળ ખુલ્લી જગ્યામાં એક્ષ્પાન્શન કરવાનું કામ, રૂ.4,97 કરોડના ખર્ચે વરાછા વડવાળા સર્કલ, વેજિટેબલ માર્કેટ તથા મલ્ટીલેવલ પાર્કિંગ સહિતના પ્રકલ્પોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ મુખ્યમંત્રી ના હસ્તે કરવામાં આવ્યું છે.

વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત-લોકાર્પણથી થશે અનેક ફાયદા

CMએ સુરત વિવિધ પ્રકલ્પોમાં, સુરત શહેરની ફરતે આઉટર રીંગ રોડનું નિર્માણ થઈ રહ્યું છે તે પૈકીના માર્ગોના પેકેજનું આજ રોજ લોકાર્પણ કર્યું. આ રોડથી સુરત શહેરના મુખ્ય રસ્તાઓ, સ્ટેટ હાઈવે અને નેશનલ હાઈવે તેમજ સુરત શહેરની ફરતે આવેલા ગામો તથા જિલ્લાઓને કનેક્ટિવિટીનો સીધો લાભ મળશે. આ ઉપરાંત જળ વિતરણ, વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ, બાગબગીચા, લાઈબ્રેરી જેવા કામો પણ સુરતના લોકોની સુખ-સુવિધામાં વૃદ્ધિ કરશે. માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ શહેરી જીવનને સુખમય બનાવવા ‘ઈઝ ઓફ લિવિંગ’ની સંકલ્પના આપી છે. તેમના માર્ગદર્શનમાં શહેરીજનોને વધુને વધુ સુવિધાઓ પ્રદાન કરવા ગુજરાત સરકાર અવિરત આગળ વધી રહી છે.

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular