Monday, May 19, 2025
Google search engine
HomeNewsGujaratધોરણ 12નું વિજ્ઞાન અને સામાન્યનું જાહેર થશે પરિણામ

ધોરણ 12નું વિજ્ઞાન અને સામાન્યનું જાહેર થશે પરિણામ

રાજ્યના બોર્ડની પરીક્ષાના પરિણામને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. આવતીકાલે, ધોરણ 12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહની બોર્ડની પરીક્ષાઓનું પરિણામ જાહેર થશે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ આવતીકાલે જાહેર થશે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 1 લાખ 11 હજાર અને ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 3 લાખ 50 હજાર થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી. સૂત્રો પ્રમાણે આવતીકાલે સવારે 9:00 વાગે બોર્ડની વેબસાઈટ ઉપર બંને પરિણામ ઉપલબ્ધ થશે.

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના પરિણામની સાથે સાથે ગુજકેટનું પરિણામ પણ જાહેર કરવામાં આવશે. મહત્વનું છે કે આવતીકાલે જાહેર થઈ રહેલા બોર્ડની પરીક્ષાઓના પરિણામો માત્ર અને માત્ર ઓનલાઈન જોઈ શકાશે. મળતી માહિતી પ્રમાણે www.gseb.org પાર્ટી વિદ્યાર્થીઓ પરિણામો જોઈ શકશે. વધુમાં બોર્ડ દ્વારા કહેવામાં આવ્યું છે કે આવતીકાલે ગુરુવારે બોર્ડની પરીક્ષાઓના પરિણામો જાહેર કરવામાં આવશે. તો, એક દિવસ પછી એટલે કે શુક્રવારના રોજ વિદ્યાર્થીઓને તેમની શાળાઓ માંથી માર્કશીટ આપવામાં આવશે.

આ રીતે ચેક કરો રિઝલ્ટ
સ્ટેપ 1- પરિણામ જોવા માટે, સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ https://www.gseb.org/ પર જાઓ.
સ્ટેપ 2- વેબસાઈટ પર GSEB HSC Result 2024 લિંક પર ક્લિક કરો.
સ્ટેપ 3- પછી છ અંકનો સીટ નંબર દાખલ કરો.
સ્ટેપ 3- તે પછી Submit બટન પર ક્લિક કરો.
સ્ટેપ 4- GSEB Result 2024 સ્ક્રીન પર પ્રદર્શિત થશે.
સ્ટેપ 5- ભવિષ્યના ઉપયોગ માટે તેને ડાઉનલોડ કરો.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular