Thursday, May 15, 2025
Google search engine
HomeNewsEntertainmentછેતરપિંડી કેસ મામલે કોરિયોગ્રાફર રેમો ડિસોઝાએ જણાવી હકીકત

છેતરપિંડી કેસ મામલે કોરિયોગ્રાફર રેમો ડિસોઝાએ જણાવી હકીકત

મુંબઈ: હાલમાં જ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના પ્રખ્યાત કોરિયોગ્રાફર રેમો ડિસોઝા અને લિઝેલ ડિસોઝા પર ડાન્સ ગ્રુપ સાથે છેતરપિંડી કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ સમાચારના એક દિવસ પછી તેઓએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હકીકત જણાવી છે. રેમો અને લીઝલે રવિવાર, 20 ઓક્ટોબરની રાત્રે તેના સોશિયલ મીડિયા પર એક નિવેદન જારી કર્યું, જેમાં તેણે છેતરપિંડીનો આરોપ નકારી કાઢ્યો અને આખો મામલો શું છે તે અંગે વાત કરી. આ પોસ્ટમાં તેણે એ પણ જણાવ્યું કે તેને આ માહિતી સમાચાર દ્વારા મળી. તેના પર ડાન્સ ગ્રુપ સાથે 11.96 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવાનો આરોપ છે.

રેમો ડિસોઝાએ આરોપોને ફગાવી દીધા
રેમોએ તેની પત્ની સાથે ઈન્સ્ટાગ્રામ પર એક નિવેદન જાહેર કર્યું અને છેતરપિંડીનાં આરોપો અંગે નિરાશા વ્યક્ત કરી અને લોકોને અફવાઓ ન ફેલાવવા કહ્યું. રેમોએ પોતાના નિવેદનમાં એમ પણ લખ્યું છે કે તે અને તેની પત્ની ટૂંક સમયમાં જ આ મામલે પોતાના મંતવ્યો તેમના ચાહકોની સામે રજૂ કરશે.પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે,મીડિયા રિપોર્ટ્સ દ્વારા અમને ખબર પડી છે કે એક ડાન્સ ગ્રુપે મારી અને મારી પત્ની વિરુદ્ધ છેતરપિંડીનો આરોપ લગાવીને ફરિયાદ નોંધાવી છે.

કોરિયોગ્રાફર રેમો ડિસોઝાએ વધુમાં કહ્યું કે,’હું આ જાણીને ખૂબ જ દુઃખી છું, તે ખૂબ જ નિરાશાજનક છે કે આવી માહિતી પ્રકાશિત કરવામાં આવી છે.અમે દરેકને વિનંતી કરવા માંગીએ છીએ કે સાચી હકીકતો જાણતા પહેલા અફવાઓ ફેલાવવાનું ટાળો. મે યોગ્ય સમયે અમારા કેસને આગળ ધપાવીશું અને સત્તાવાળાઓને દરેક સંભવિત રીતે સહકાર આપવાનો પ્રયાસ કરીશું, જેમ કે અમે અત્યાર સુધી કર્યું છે.અમે અમારા પરિવાર, મિત્રો અને ચાહકોનો તેમના પ્રેમ અને સતત સમર્થન માટે આભાર માનવા માંગીએ છીએ. આ બધી અફવાઓ છે, તેમાં કોઈ સત્ય નથી.’

બોલિવૂડ કોરિયોગ્રાફર-નિર્દેશક રેમો ડિસોઝા અને તેની પત્ની વિરુદ્ધ 26 વર્ષીય ડાન્સરની ફરિયાદના આધારે ભારતીય દંડ સંહિતા (આઈપીસી) કલમ 465 (બનાવટ) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. મીરા રોડ પોલીસ સ્ટેશન 16 ઓક્ટોબરે IPC, 420 (છેતરપિંડી) અને અન્ય સંબંધિત જોગવાઈઓ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular