Monday, June 9, 2025
Google search engine
HomeNewsGujaratCMની પેરિસ ઓલિમ્પિક્સ માટે ખેલાડીઓને શુભકામના

CMની પેરિસ ઓલિમ્પિક્સ માટે ખેલાડીઓને શુભકામના

ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પેરિસ ખાતે આયોજિત ઓલિમ્પિક્સ-૨૦૨૪માં ભાગ લેવા જઈ રહેલા ગુજરાતના ૩ પ્રતિભાવાન ખેલાડીઓ સહિત ભારતના તમામ ખેલાડીઓને સમગ્ર ગુજરાત વતી જ્વલંત સફળતાની શુભકામનાઓ પાઠવી છે. તેમણે ગુજરાતના ત્રણ હોનહાર ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિક્સમાં ભાગ લઈ રહ્યા છે તેને સૌ ગુજરાતવાસીઓ માટે આનંદનો અવસર ગણાવ્યો છે.

પેરિસ ઓલિમ્પિક 2024 માં ભાગ લઈ રહેલા ગુજરાતના ત્રણ પ્રતિભાસંપન્ન ખેલાડીઓ હરમીત દેસાઈ, માનવ ઠક્કર અને ઈલાવેનીલ વાલારિવાન સહિત સૌ ભારતીય ખેલાડીઓને સમગ્ર ગુજરાત વતી જ્વલંત સફળતાની હાર્દિક શુભેચ્છાઓ.#Cheer4Bharat#ParisOlympics2024#Olympics pic.twitter.com/rXYnSSsO1T

— Bhupendra Patel (@Bhupendrapbjp) July 26, 2024

મુખ્યમંત્રીએ કહ્યું કે, ઓલિમ્પિક્સ રમતોમાં વધુને વધુ મેડલ્સ મેળવીને આપણા ખેલાડીઓ ભારતીય તિરંગો પેરિસ ઓલિમ્પિક્સમાં લહેરાવે તેવી સૌ દેશવાસીઓની મનોકામના છે. એટલું જ નહિ સૌ ભારતવાસીઓ ‘ચિયર ફોર ભારત’ (Cheer for Bharat) માટે ઉત્સુક છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular