Monday, July 7, 2025
Google search engine
HomeNewsBusinessઝાયડસ કેડિલાએ કોરોના રસીની ક્લિનિકલ ટ્રાયલ પૂરી કરી

ઝાયડસ કેડિલાએ કોરોના રસીની ક્લિનિકલ ટ્રાયલ પૂરી કરી

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે દિલ્હી હાઈકોર્ટમાં સોગંદનામું દાખલ કર્યું છે, જેમાં કોર્ટને જણાવવામાં આવ્યું હતું કે ગુજરાત સ્થિત દવા કંપની ઝાયડસ કેડિલાએ 12-18 વયના વર્ગના DNA આધારિત કોરોના રસી ઝાયકોવ-ડીનું ક્લિનિકલ ટ્રાયલ પૂરી કરી લીધી છે અને એ ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે.

કંપનીએ કોરોના રસીના ઇમર્જન્સી ઉપયોગ માટે ડ્રગ્સ કન્ટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા (DCGI)થી એક જુલાઈએ ઇમર્જન્સી ઉપયોગને મંજૂરી માગી હતી. એ રસી 12 વર્ષથી ઉપરના લોકો માટે છે. એના ત્રીજા તબક્કાની ટ્રાયલ પૂરી થઈ ચૂકી છે. જો રસીને મંજૂરી મળી જશે તો એ દેશની પાંચમી મંજૂર કરવામાં આવેલી રસી હશે.

વિશ્વની એ પહેલી DNA બેઝ્ડ રસી હશે, જે 12થી 18 વર્ષનાં બાળકો માટે એ ઉપલબ્ધ હશે અને એ રસીના ત્રણ ડોઝ લાગશે. ત્રીજી તબક્કાની ટ્રાયલ 28,000 લોકો પર કરવામાં આવી હતી. એમાં 1000 એવી હતા, જેમની ઉમર 12-18 વર્ષની હતી. બીજી લહેરના પીક દરમ્યાન એ ટ્રાયલ કરવામાં આવી હતી.

ઝાયડસ કેડિલાનું કહેવું છે કે રસી કોરોના ડેલ્ટા વેરિયન્ટ પર પણ અસરકારક છે. એ કોરોના સંક્રમણ અટકાવવા માટે 66.6 ટકા અસરકારક હોવાનું માલૂમ પડ્યું હતું. ગંભીર સંક્રમણથી બચાવવા માટે 100 ટકા અસરકારક છે. એને બેથી આઠ ડિગ્રી તાપમાન પર રાખવામાં આવશે. રસી 25 ડિગ્રી તાપમાન પર એ ખરાબ નહીં થાય. કોરોના રસી નિડલ ફ્રી હશે. રસી જેટ ઇજેક્ટરથી લાગશે એટલે કે રસી લેનારાને દર્દ ઓછું થશે. જેટ ઇન્જેક્ટરનો ઉપયોગ અમેરિકામાં સૌથી વધુ થાય છે. એનાથી રસીને હાઇ પ્રેશર લોકોની સ્કિનમાં ઇન્જેક્ટ કરવામાં આવે છે.

 

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular