Thursday, May 15, 2025
Google search engine
HomeNewsBusinessઝોમેટોએ વર્ષ-2020માં રૂ.2,451 કરોડની ખોટ કરી

ઝોમેટોએ વર્ષ-2020માં રૂ.2,451 કરોડની ખોટ કરી

મુંબઈઃ ઓનલાઈન ફૂડ ડિલીવરી સ્ટાર્ટઅપ ઝોમેટોએ 2020ની 31 માર્ચે પૂરા થયેલા નાણાકીય વર્ષ દરમિયાન રૂ. 2,451 કરોડની ખોટ નોંધાવી હતી. જે આંકડો તે પૂર્વેના નાણાકીય વર્ષમાં રૂ. 940 કરોડ હતો. ઝોમેટોની આ ખોટ તેણે તેની હરીફ કંપની ઉબર ઈટ્સને ખરીદવા માટે રૂ. 2,485 કરોડનો કરેલો સોદો પણ કારણરૂપ બની શકે. ઝોમેટોએ કેબ સર્વિસ કંપની ઉબરની ફૂડ ડિલીવરી કંપની ઉબર ઈટ્સને ગયા વર્ષના જાન્યુઆરીમાં ખરીદી હતી.

ઝોમેટો કંપની હવે આવતા વર્ષના પહેલા હાફમાં પોતાનો એક આઈપીઓ લાવવા વિચારે છે. તે શેર ભારતમાં કે અમેરિકાની શેરબજારમાં લિસ્ટ થશે તે હજી સ્પષ્ટ થયું નથી.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular