Saturday, May 17, 2025
Google search engine
HomeNewsBusinessલોનધારકોને RBI આપશે રાહત?

લોનધારકોને RBI આપશે રાહત?

દેશમાં મોંઘવારી દર ધમી ગતીએ ઘટી રહ્યો છે. આ સાથે અમેરિકામાં પણ આર્થિક સ્થિતિ થાળે પડતી જોતા ફેડ રિઝર્વ દ્વારા પોલિસી રેટમાં ઘટાડો કરવાના સંકેતો આપ્યા છે.  ત્યારે બીજી બાજું RBI પણ લોનધારકોને રાહત આફી આપી શકે છે. એક રિપોર્ટ પ્રમાણે સંભાવના વ્યક્ત કરવામાં આવી છે કે, આગામી સમયમાં મોંઘવારીથી વધુ રાહત મળી શકે છે. આગામી મોનેટરી પોલિસી બેઠકમાં રેપો રેટમાં ઘટાડો કરવામાં આવશે. હાલ દેશભરમાં સાર્વત્રિક સારો વરસાદ નોંધાયો છે. જે અર્થતંત્ર માટે સકારાત્મક છે. રિટેલ મોંઘવારી જુલાઈમાં ઘટી 3.54 ટકા નોંધઆઈ છે. જે 59 મહિનાના તળિયે છે. જૂનમાં રિટેલ ફુગાવો 5.08 ટકા હતો. 

ગત જુલાઈમાં જથ્થાબંધ ફુગાવો 3 મહિનાની નીચલી સપાટી પરએ એટલે કે, 2.04 ટકા નોંધાયો છે. જે આરબીઆના નિર્ધારીત લક્ષ્ય દર 2-4 ટકા હેઠળ છે. આ સકારાત્મક સંકેતોને ધ્યાનમાં લેતાં ઓક્ટોબરમાં યોજાનારી એમપીસી બેઠકમાં આરબીઆઈ વ્યાજના દરો ઘટાડશે. આરબીઆઈએ મોંઘવારી અને વૈશ્વિક પરિબળોને ધ્યાનમાં લેતાં સતત નવ વખત રેપો રેટ જાળવી રાખ્યો છે. જે હાલ 6.5 ટકા છે. અગાઉ દેશમાં મોંઘવારી 7 ટકાથી વધી હતી. જેને અંકુશમાં લેવા આરબીઆઈ સતત રેપો રેટમાં વધારો કર્યો હતો. મે-22થી ફેબ્રુઆરી-23 સુધી તેમાં 2.5 ટકાનો વધારો કર્યો હતો. 

મોંઘવારીમાં ઘટાડાની સાથે જીડીપી ગ્રોથની ગતિ પણ ધીમી પડી છે. નાણાકીય વર્ષ 2024-25ના પ્રથમ ત્રિમાસિકમાં જીડીપી ગ્રોથની ગતિ શુષ્ક રહી છે. જૂન ત્રિમાસિકમાં દેશનો રિઅલ જીડીપી ગ્રોથ 7.0-7.1 ટકા રહી શકે છે. જ્યારે ગ્રોસ વેલ્યૂ એડેડ ગ્રોથ 7 ટકાથી ઘટી 6.7-6.8 ટકાની એવરેજમાં રહેશે. ગ્રોથમાં ઘટાડો થવા પાછળનું કારણ મેન્યુફેક્ચરિંગ ગતિવિધિઓમાં ઘટાડો છે. 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular