Sunday, May 18, 2025
Google search engine
HomeNewsBusinessવિસ્તારાની એકસાથે 100 ફ્લાઇટ કેમ રદ થઈ?

વિસ્તારાની એકસાથે 100 ફ્લાઇટ કેમ રદ થઈ?

નવી દિલ્હીઃ ગયા સપ્તાહે ટાટા ગ્રુપની વિસ્તારાની અનેક ફ્લાઇટ્સ રદ થઈ હતી, જ્યારે કેટલીય ફ્લાઇટ વિલંબ સાથે ઉડાન ભરી હતી. આવામાં પેસેન્જરોએ ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. હવે નાગરિક ઉડ્ડયન મંત્રાલય (MOCA)એ ટાટાની એરલાઇન્સ વિસ્તારા પાસે જવાબ માગ્યો છે. એમાં મંત્રાલયે એરલાઇનને સવાલ કર્યો હતો કે કેમ ફ્લાઇટ લેટ અને રદ થઈ હતી.

સોમવારે પણ વિસ્તારાએ પાઇલટ્સની ઘટને કારણે 50થી વધુ ફ્લાઇટ રદ કરી દીધી હતી. આજે પણ આશરે 70 ફ્લાઇટ્સ રદ થવાની અપેક્ષા છે. કંપની છેલ્લા કેટલાક સમયથી પાઇલટ્સની ઘટ અને સંચાલનથી જોડાયેલી સમસ્યાઓનો સામનો કરી રહી છે.

છેલ્લા કેટલાક દિવસોમાં ટાટા ગ્રુપ અને સિંગાપોર એરલાઈન્સની એરલાઈન કંપની વિસ્તારાની ફ્લાઈટ કેન્સલ કરવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોમાં વિસ્તારાની 70થી વધુ ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે. તે જ સમયે, આજે પણ આ એરલાઇન કંપનીની લગભગ 60 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. આ પહેલા સોમવારે એરલાઈન્સે લગભગ 50 ફ્લાઈટ્સ કેન્સલ કરી હતી. હવે MoCAએ આ મામલે એરલાઇન કંપની પાસેથી રિપોર્ટ માંગ્યો છે. વિસ્તારાએ સોમવારે આ માહિતી આપતાં કહ્યું હતું કે તે કામગીરી સુધારવાનો પ્રયાસ કરી રહી છે.

એરલાઇનના પ્રવક્તાનું કહેવું છે કે છેલ્લા કેટલાક દિવસોમાં, વિવિધ ઓપરેશનલ કારણોસર, વિસ્તારા એરલાઇન્સે ફ્લાઇટ રદ અને વિલંબ થયું છે. તેમણે કહ્યું હતું કે એરલાઇન્સ પરિસ્થિતિને સામાન્ય બનાવવા માટે સતત પ્રયાસ કરી રહી છે.

કંપનીના પ્રવક્તાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક દિવસોમાં ક્રૂની અનુપલબ્ધતાને કારણે મોટી સંખ્યામાં ફ્લાઇટ્સ રદ અને વિલંબનો સામનો કરવો પડ્યો છે. અમે આ સ્વીકારીએ છીએ અને ગ્રાહકોને પડેલી અસુવિધા બદલ અમે દિલગીર છીએ. કંપનીએ કહ્યું કે તેઓ પૂરતી કનેક્ટિવિટી સુનિશ્ચિત કરવા માટે ફ્લાઇટ્સની સંખ્યાને અસ્થાયી રૂપે મર્યાદિત કરશે.

કંપનીના ફ્લીટના ફર્સ્ટ અધિકારીઓ નવા કોન્ટ્રેક્ટ્સ હેઠળ સેલરીમાં કાપનો વિરોધ કરી રહ્યા છે. કંપનીના પ્રવક્તાએ કહ્યું હતું કે ક્રૂની અછતને કારણે પણ ફ્લાઇટ્સ રદ કે વિલંબિત થઈ રહી છે.

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular