Thursday, May 29, 2025
Google search engine
HomeNewsBusinessસંપત્તિનો અસલી હકદાર કોણ નોમિની કે ઉત્તરાધિકારી? જાણો?...

સંપત્તિનો અસલી હકદાર કોણ નોમિની કે ઉત્તરાધિકારી? જાણો?…

નવી દિલ્હીઃ લોકો વારંવાર નોમિની અને ઉત્તરાધિકારીને એક જ સમજી લે છે, ખરેખર તે બંનેના અર્થ જ નહીં, અધિકાર પણ અલગ-અલગ છે. નોમિની કોઈ પણ ચલ-અચલ સંપત્તિનો માલિક નથી હોતો. તે માત્ર તમારા પૈસાની સલામતી રાખનાર હોય છે. બીજી બાજુ કાનૂની ઉત્તરાધિકારી તે હોય છે, જે વ્યક્તિના નિધન પર તેની સંપત્તિ પ્રાપ્ત કરવા માટે સત્તાવાર રૂપે હકદાર છે, એમ વિશ્લેષકોનું માનવું છે.

કોઈ વીમા કંપનીની પોલિસીમાં નોમિની હોય કે બેન્ક ખાતામાં, પણ નોમિની હોવું માલિકીનો હક નથી આપતું. જો ખાતાધારકે કોઈને નોમિની બનાવ્યા છે અથવા વીમા પોલિસીમાં વીમાધારકે કોઈને નોમિની બનાવ્યા છે તો તે નોમિની માત્ર લેવડદેવડ પૂરતા સીમિત છે. જો બેન્ક અકાઉન્ટહોલ્ડરે કોઈ વસિયતનામું નથી બનાવ્યું અથવા વીમાધારકનું કોઈ વસિયત નથી તો રકમ તમામ કાયદાકીય વારસામાં બરાબર વહેંચાશે.

મિલકતના માલિકના મૃત્યુ પછી તેના સંબંધીઓને સંપત્તિ સોંપવામાં આવે છે. જન્મ ગ્રહણ કરવાની સાથે પૈતૃક સંપત્તિ પર ઉત્તરાધિકાર પ્રાપ્ત થાય છે. હિન્દુ ઉત્તરાધિકાર અધિનિયમ 1956 મુજબ પુત્ર, પુત્રી, વિધવા, માતા ક્લાસ-1 ઉત્તરાધિકારીમાં આવે છે, જ્યારે પિતા, પુત્ર અને પુત્રીનો પુત્ર-પુત્રી, ભાઈ, બહેન ભાઈ અને બહેનનાં સંતાનો ક્લાસ-2માં આવે છે. જો મૃતક મુસ્લિમ છે તો શરિયત કાનૂન 1937ના હિસાબે સંપત્તિનો વારસ નક્કી થશે. ક્રિશ્ચિયનને મામલે વારસ સામાન્ય રીતે ભારતી ઉત્તરાધિકાર અધિનિયમ 1925 હેઠળ નક્કી થાય છે. જેના હેઠળ પતિ, પત્ની, પુત્ર અને પુત્રીઓને વારસદાર માનવામાં આવશે.

વિશ્લેષકો મુજબ જોકોઈ સંપત્તિનું વસિયત ન બનાવ્યું હોય તો તેનો નોમિની બેન્ક અકાઉન્ટમાંથી નાણાં કાઢી શકે છે, પણ તેના ઉત્તરાધિકારીનો બધાં નાણાં પર બરાબર દાવો હશે અને જો ક્લાસ-1 ઉત્તરાધિકારીઓમાંથી કોઈ નહીં હોય તો ક્લાસ-બે ઉત્તરાધિકારીઓમાં બરાબર ભાગે મિલકત વહેંચાશે.

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular