Friday, May 16, 2025
Google search engine
HomeNewsBusinessઊંચો પગાર મેળવતી વ્યક્તિએ શું પસંદ કરવું સારું? VPF કે NPS?

ઊંચો પગાર મેળવતી વ્યક્તિએ શું પસંદ કરવું સારું? VPF કે NPS?

નવી દિલ્હીઃ ઊંચા પગારદાર વ્યક્તિને નાણાકીય 2020-21નું બજેટ એક ઝટકા સમાન રહ્યું છે. તેમણે એક મહત્ત્વના ટેક્સ લાભાલાભથી હાથ ધોવા પડ્યા છે. પ્રોવિડન્ટ ફંડ, નેશનલ પેન્શન સિસ્ટમ અને સુપરએન્યુએશન ફંડમાં કર્મચારીનો કુલ હિસ્સો રૂ. 7.5 લાખથી વધુ હોવાની સ્થિતિમાં વધારાના હિસ્સા પર એક એપ્રિલ, 2020થી  ટેક્સ લાગશે. આ પહેલાં આમાં કોઈ મર્યાદા નહોતી.

હાલનું ગણિત

અત્યાર સુધી ઊંચા બેઝિક સેલરીવાળાને વ્યક્તિગત ટેક્સપેયર્સ એમ્પ્લોયર્સ પાસે બેઝિક સેલરીના 22 ટકા સુધીનું કોન્ટ્રિબ્યુશન પીએફ (12 ટકા) અને એનપીએસ (10) કરાવી શકતા હતા. આ સિવાય તેમને રૂ. 1.50 લાખ સુધીની રકમ સુપરએન્યુએશન ફંડમાં રોકાણ કરવાથી અને પૂરેપૂરી રોકેલી રકમ પર ટેક્સ રાહત લેવાની સગવડતા હતી.  એમ્પ્લોયર દ્વારા સુપરએન્યુએશન ફંડમાં રૂ. 1.50 લાખથી ઉપરના હિસ્સાને એમ્પ્લોયી પર્ક (લાભાલાભ) માનવામાં આવતું હતું. હવે પાછલા વર્ષે એક્સેસ કોન્ટ્રિબ્યુશન પર મળતા વ્યાજ અને ડિવિડન્ડ પર ટેક્સ લાગશે.

નવી ટેક્સ પદ્ધતિથી વધુ ટેક્સ

બજેટ દરખાસ્તો અનુસાર મોટા પગારદારવાળાઓને માટે ટેક્સ વધશે. દાખલા તરીકે જો કોઈ ટેક્સ પેયર્સની મન્થલી બેઝિક સેલરી રૂ. ત્રણ લાખ છે-તો તેણે 12 ટકા લેખે પીએફનું ફરજિયાત કોન્ટ્રિબ્યુશન કરાવવું પડશે, જે વાર્ષિક રૂ. 4.32 લાખ થશે. જો ટેક્સ પેયર્સ એનપીએસમાં પણ એમ્પ્લોયર  કોન્ટ્રિબ્યુટર પસંદ કરે છે, તો તેની બેઝિક સેલરીના 10 ટકા લેખે –વાર્ષિક રૂ. 3.6 લાખ એનપીએસમાં જશે. આમ તેનું કુલ કોન્ટ્રિબ્યુશન રૂ. 7.92 લાખ થશે. બજેટ પ્રસ્તાવ મુજબ રૂ. 42,000થી વધારાના હિસ્સા પર ટેક્સ લાગશે. હવે જે લોકોની સેલરી વાર્ષિક રૂ. એક કરોડથી વધુ છે, તેમણે વધારાના કોન્ટ્રિબ્યુશન પર આ રેટથી ટેક્સ ચૂકવવો પડશે.

VPF  છે એક ઓપ્શન

વોલન્ટરી પ્રોવિડન્ટ ફંડ (VPF)  એક વિકલ્પ બની શકે છે, જે ઈપીએફનું એક્સટેન્શન છે અને એમાં બેઝિક સેલરીના 12 ટકાથી વધુ કોન્ટ્રિબ્યુશન કરી શકાય છે. આના પર પીપીએફની જેમ 8.65 ટકાના દરે વળતર મળે છે અને ટેક્સેશનને હિસાબે EEE સ્ટેટસ હાંસલ છે. VPFમાં બેઝિક સેલરીના 100 ટકા યોગદાન કરી શકાય છે. એટલે જે લોકોના પગાર વધુ હોય, એ તેમના એમ્પ્લોયરને પીએફ સિવાય અન્ય કોન્ટ્રિબ્યુશન ને VPFથી રિપ્લેસ કરવા માટે કહી શકે છે. આ એશ્યોર્ડ રિટર્નની સુરક્ષિતતા અને ટેક્સફ્રી સ્ટેટસને લીધે તેમના નિવૃત્ત ફંડને મોટું કરવામાં બહુ અસરકારક ટૂલ સાબિત થશે.

પીએફની સાથે VPFમાં રોકાણની સલાહ

ફાઇનાન્શિયલ પ્લાનરનું કહ્યું છે કે મોટા પગાર મેળવતી વ્યક્તિ પાસે ટેક્સ ઓછો કરવા માટે રોકાણ માટેનું કોઈ સાધન નથી, પણ મોટા પગારદાર વ્યક્તિઓ પીએફ સિવાય VPF દ્વારા રોકાણ કરવું જોઈએ. આમાં રોકાણ કરવા પર કોઈ ઉપરની મર્યાદા નથી. આમાં બેઝિક સેલરી અને ડીએ જેટલી રકમનું રોકાણ કરી શકાય છે. આમાં રોકાણ કરવાથી ટેક્સેબલ સેલરી  ઘટાડવામાં મદદ નહીં મળે, પણ એના ડિડક્શનને 80Cની સાથે જોડવામાં આવે છે, પણ એમાં રોકાણ કરી શકાય છે, કેમ કે કોન્ટ્રિબ્યુશન પર કોઈ મર્યાદા નથી અને આમાં રોકેલું ફંડ ઇપીએફ જેટલા દરથી વળતર મળે છે, જે પાકતી મુદતે ટેક્સફ્રી હોય છે.

NPS કોન્ટ્રિબ્યુશન પર વિચાર

જે લોકો વધુ ઇક્વિટી એક્સપોઝસ માટે એનપીએસમાં કોન્ટ્રિબ્યુશન રાખવા ઇચ્છતા હોય તેમણે એમ્પ્લોયર દ્વારા અપાતા કોન્ટ્રિબ્યુશન સિવાય પોતાના કોન્ટ્રિબ્યુશન પર વિચાર કરવો પડશે. જો તમે NPS માં રોકાણ કરવા માગતા હો તો તેમાં મહત્તમ મર્યાદા નથી. NPSમાં સેલ્ફ કોન્ટ્રિબ્યુશન યોગ્ય રહેશે, ભલે એમાં 80C અને 80CCD હેઠળ કપાતની મહત્તમ મર્યાદા રૂ. બે લાખ છે. NPSની એક્ટિવ ચોઇસ મોડ હેઠળ 50 વર્ષની ઉંમર સુધી સબસ્ક્રાઇબર 75 ટકા સુધી ઇક્વિટી એક્સપોઝ્સ રાખી શકે છે, જે ધીમે-ધીમે ઘટતું જાય છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular