Monday, July 14, 2025
Google search engine
HomeNewsBusinessબીએસઈબોન્ડ પ્લેટફોર્મ પરથી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને ૧૦૦ કરોડ રૂપિયા એકત્ર કર્યા

બીએસઈબોન્ડ પ્લેટફોર્મ પરથી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને ૧૦૦ કરોડ રૂપિયા એકત્ર કર્યા

મુંબઈ તા.24 માર્ચ, 2022: વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (વીએમસી)એ બીએસઈના ઈલેક્ટ્રોનિક બીએસઈબોન્ડ પ્લેટફોર્મ પરથી પ્રાઈવેટ પ્લેસમેન્ટ ધોરણે ડેટ સિક્યુરિટીઝ ઈશ્યુ કરીને સફળતાપૂર્વક રૂ.100 કરોડ એકત્ર કર્યા છે.

વીએમસીના ડેટ ઈશ્યુના કદના 10.07 ગણી એટલે કે રૂ.1007 કરોડની 36 બિડ્સ પ્રાપ્ત થઈ હતી. નગરપાલિકાઓ માટે ઋણ-ભંડોળ એકત્ર કરવા માટે બીએસઈ માનીતું સ્થળ છે. વીએમસીએ ફંડ એકત્ર કરવાને પગલે બીએસઈમાં અત્યાર સુધીમાં નગરપાલિકાઓએ એકત્ર કરેલી કુલ રકમ રૂ.3425 કરોડની થઈ છે. આમ બીએસઈએ મ્યુનિસિપલ બોન્ડ સ્પેસનો 88 ટકા બજાર હિસ્સો પ્રાપ્ત કરવાની સિદ્ધિ હાંસલ કરી છે.

આ પ્રસંગે બીએસઈના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર આશિષકુમાર ચૌહાણે કહ્યું હતું કે બીએસઈ દૃઢપણે માને, ભારતીય બોન્ડ બજાર મોટી છલાંગ મારવાને આરે છે અને એ ઋણ ભંડોળનો ઉપયોગ દેશની માળખાકીય આવશ્યકતા અને સ્માર્ટ સિટીના આયોજનમાં લગાવી શકાશે.”

વીએમસીના મેયર કેયુર રોકડિયા અને વીએમસીનાં કમિશનર શ્રીમતી શાલીની અગરવાલે કહ્યું, “વર્તમાન મહામારી અને વૈશ્વિક તંગદિલી છતાં વીએમસીને રૂ.100 કરોડનાં બોન્ડ્સ માટે દસ ગણી રકમની બિડ્સ પ્રાપ્ત થઈ તે ગર્વની બાબત છે. દેશના મ્યુનિસિપલ બોન્ડ્સના ઈશ્યુઓમાં આ ઈશ્યુ સૌથી નીચા રેટ અને સૌથી અધિક સ્પર્ધાત્મક છે. વીએમસી આ ભંડોળનો ઉપયોગ સિંધ્રોત વોટર સપ્લાય પ્રોજેક્ટમાં કરશે, જે શહેરની પીવાના પાણીની જરૂરિયાત તેમ જ લિક્વિડ વેસ્ટ મેનેજમેન્ટ પ્રોજેક્ટ માટે આવશ્યક છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular